________________
નિબિડ જોડા ને પત્થર પ્રહાર; ભવિ સાંભળો ઝાપટ ઈટ કોરડા નહિં પાર, હણે લાઠી કેઈ નર હજાર. ભવિ સાંભળો ૧૪ શુભ પરિણામે સાધુ સહે સદૈવ, ત્યારાં કીધાં તું ભોગવ જીવ; ભવિ સાંભળો અભ્યાસે આણી શુભધ્યાન, કેવળ લહી પામ્યા શિવથાન. ભવિ સાંભળો ૧૫ સંવત સત્તર સુડતાળે ઉલ્લાસ, શહેર રાણકપુર કર્યું ચોમાસ; ભવિ સાંભળો કહે કવિયણ કરજોડી દેવ, મુક્તિ તણાં ફળ દેજ્યો દેવ. ભવિ સાંભળો ૧૬
૧૨. અંજનાસતીની સઝાયો (૧) અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા છે મારા પતિ રે; અંતે રંગમહેલમાં મેલી રોતી, સાહેલી મોરી કમેં મલ્યો વનવાસ,
સાહેલી મોરી પુણ્ય યોગે તુમ પાસ. સાહેલી. ૧ લશ્કર ચઢતા મેં શુકન જ દીધાં, તે તો નાથ મારે નવિ લીધા;
ઢીંકા પાટુ પોતે મને દીધાં. સાહેલી. ૨ સખી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર;
બાર વર્ષે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩ સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે;
| મારા સસરાએ મેલી વનવાસે. સાહેલી ૪ પાંચસે સખીઓ દીધી હારા બાપે, તેમાં નથી એકે મારી પાસે;
એક વસંતબાળા મારી સાથે. સાહેલી ૫ કાળો ચાંદલો રાખડી કાળી, રથ મેલ્યો છે- વન મોઝારી;
હવે સહાય કરો દેવ મારી. સાહેલી ૬ મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બાર;
સખી ન મલ્યો પાણીનો પાનાર. સાહેલી. ૭ મને વાત ન પૂછી મારા વરે, હારા મનમાં રહેતી નથી ધીરે;
| મારા અંગે ફાટી ગયા ચીરે. સાહેલી૦ ૮ [ સક્ઝાય સરિતા