________________
મને દિશા લાગે છે કાળી, હારી છાતી જાય છે ફાટી;
અંતે અંધારી અટવીમાં કમેં નાંખી. સાહેલી ૯ મારું જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ;
આ તે રંગમાં શ્યો પડ્યો ભંગ. સાહેલી. ૧૦ સખી ધાવતાં છોડાવ્યા હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ;
તેના કર્મે પામી ખોટી આળ. સાહેલી ૧૧ વનમાં ભમતાં દીઠાં મુનિ આજ પૂરવ ભવની પૂછે છે વાત,
જીવે શ્યારે ક્યાં હશે પાપ. સાહેલી. ૧૨ બેની હસતાં રજોહરણ તુમે લીધાં, મુનિરાજને દુઃખબહું દીધા;
તેના કર્મે વનવાસ તમે લીધા. સાહેલી. ૧૩ પૂર્વે હતો શોક્યનો બાળ, દેખી મનમાં ઉછળતી ઝાળ;
તેના કર્મો જોયા વનમાં ઝાડ. સાહેલી ૧૪ સખી વનમાં જન્મ્યો છે બાળ, ક્યારે ઉતરશે મારી આળ;
ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી. ૧૫ વનમાં ભમતાં મુનિ દીઠાં આજ, અમને ધર્મ બતાવો ગુરુરાજ;
કયારે સરશે અમારા કાજ. સાહેલી. ૧૬ વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે સાજ;
પછી સરસે તમારા કાજ સાહેલી. ૧૭ મુનિરાજની શીખ જ સારી, સર્વે લેજો ઉરમાં અવધારી;
માણેકવિજયને જાઉ બલિહારી. સાહેલી ૧૮ [2] ૧૩. અંજનાસતીની સઝાયો (૨) કર્મની કથની ભારી હો રાજ કર્મની ક્યની ભારી અંજના નામે મહાસતી થઈ... કમેં પતિનો વિયોગ... પ્રથમ દિવસથી તેતો પામી... એહવો કર્મનો યોગ. હો રાજ. તેના કર્મ ન કરશો ડરશો હો ભાઈ.. કર્મથી થાયે તવાઈ. ઉચા નીચા કુળે આથડવું.. કરવી પડે છે ભવાઈ. હો રાજ. રા. પતિ લડવા કાજે જાતાં... ચવા ચકવી વિયોગ... જોઈ તરફડતા તે પ્રાણી ને... તેં ક્યોં અંજના સહભોગ. હો રાજ. . નિશાન રૂપી વીંટી આપી... ગયા સૈન્ય મોજાર...
૩૦
સક્ઝાય સરિતા