________________
કાળરાજાની ફાળ જ્યાં પડશે, બનીશ તું બેભાન. મનવા૦ ૨ ચંચળ લક્ષ્મી ચંચળ આયુ, જાય પલકમાં પ્રાણ, લટપટ ખટપટ સઘળું છોડી, ભજી લેને ભગવાન. મનવા૦ ૩ વિષય કષાયના પાસમાં પડીયો, ભૂલી ગયો તું ભાન, નરક નિગોદમાં રુળી રઝળી, પામ્યો તું દુ:ખ અમાન. મનવા૦ ૪
લાખ ચોરાશિ યોનિ ભટકયો, ભટકયો તું ભવરાન, મહા પુન્યે માનવ ભવ લાધ્યો, સમજ સમજ ઈન્સાન. મનવા૦ ૫
પ્રિયતમ પુત્રો પ્રિયતમ નારી, સ્વારથના સહુ જાન,
એકલો આવ્યો એકલો જાશે,
તારૂ તે કોઈ ના માન. મનવા૦ ૬ કરતો ન કાંઈ દાન,
અક્કડ થઈને ફક્કડ ફરતો, ચોરી દારીને પરિનંદામાં, સદા રહ્યો મસ્તાન. મનવા૦ ૭
આશા મોટી મોટી રાખે, ચાહે તું દેવવિમાન, કર્મરાજા જો કોપે ચડશે, કરી દેશે હેરાન. મનવા૦ ૮
હાટ હવેલીને માણેક મોતી, ક્ષણમાં વિનાશી જાણ, લાડી વાડી, ગાડીને મોજો, મૂકી જાવું છે સ્મશાન. મનવા૦ ૯
દાન શિયળ તપ ભાવના ભાવો, કરવા જિન ગુણગાન, અમી સમી જિનવાણી જાણી, કરો ઘુંટ ઘુંટ પાન. મનવા૦ ૧૦
વિતરાગનું શાસન પામ્યો, જ્ઞાનમાં બન ગુલતાન, અધ્યાતમમાં મસ્ત બનેથી, શિવપુરીમાં પ્રયાણ. મનવા૦ ૧૧
અનંત ચતુષ્ટ કેરો ખજાનો, તેને તું લે પિછાન, અધ્યાતમ નયનોને ખોલી દે તું, પ્રગટે જ્ઞાન નિધાન. મનવા૦ ૧૨
૩૨૭. વૈરાગ્યની સજ્ઝાય
શત્રુમિત્ર સમાન રાગ દ્વેષ મત આણ આ છે લાલ ધર્મયા ચિત્ત રાખીયેજી, પંચમહાવ્રત ધાર પાળો નિરતિચાર આ છે લાલ અસત વચન નવિ ભાખીયેજી. ૧
સજ્ઝાય સરિતા
૬૦૩