SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા ન કીધી તે, દયા ન કીધી રેખ; પરવેદન તે જાણી નહી તો, શું લીધો તે ભેખ. ભાઈ૦ ૮ સન્ધ્યા રાગ સમ આઉખું, જળ પરપોટો રે જેમ; ડાભ અણી જળ બિંદુઓ અસ્થિર સંસાર છે એમ. ભાઈ૦ ૯ અભક્ષ્ય અનંતકાય તે વાપર્યા, પીધા અળગણ નીર; રાત્રીભોજન તે કર્યાં,. કિમ પામીશ ભવતીર. ભાઈ૦ ૧૦ દાનશીયલ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તે ભાવે ન આદર્યાં, રઝળીશ અનંતો સંસાર. ભાઈ ૧૧ પાંચે ઈન્દ્રિય રે પાપિણી, દુર્ગતિ ઘાલે છે જેહ; તે તો મૂકી તે મોકળી કિમ પામીશ શિવગેહ. ભાઈ૦ ૧૨ ક્રોધે વિટયો રે પ્રાણીઓ, માન ન મૂકે રે કેડ; માયા સાપણીને સંગ્રહી, લોભને લીધો તે તેડ. ભાઈ૦ ૧૩ પર રમણી રસ મોહીયો, પરનિંદાનો રેઢાળ; પર દ્રવ્ય તે નવિ પરિહર્યું, પરને દીધીરે ગાળ. ભાઈ૦ ૧૪ ધર્મની વેળા તું આળસું, પાપ વેળા ઉજમાળ; સંચ્યું ધન કોઈ ખાઈ જશે, જીમ મધમાખી મહુઆળ. ભાઈ૦ ૧૫ મેલી મેલી મૂકી ગયા, જેહ ઉપાર્જી રે હાથ; સંચય કીજે રે પુણ્યનો, જે આવે તુજ સાથ. ભાઈ૦ ૧૬ સંવત સત્તર ચઉદોત્તરે ભાખી એહ સજઝાય; ધર્મ મુનિ કહે ધ્યાનશુ સાંભળો ચિત્ત લાય. ભાઈ૦ ૧૭ [?] ૩૨૬. વૈરાગ્યની સજ્ઝાય વૃથા કરે તું ગુમાન મનવા, વૃથા કરે તું ગુમાન; ઈન્દ્ર ચન્દ્ર ચક્રી મહારાજા, મળ્યા માટીમાં જાણ, આગમાં ખાખ થશે તુજ કાયા, જાશે એકલડી જાણ. મનવા૦ ૧ ફુડ કપટ કરી જિંદગી કાઢી, મિથ્યા કરે અભિમાન, સજ્ઝાય સરિતા ૬૦૨
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy