________________
ફૂડ કરતા પામીયા રે, જેણે ન આણ્યો મનમાંહિ વિવેક કે. ચેતો. ૪ માતપિતા બાંધવ સહુ રે, પુત્ર-કલત્ર પરિવાર; સ્વાર્થ લગે એ સહુ સગા રે, કોઈ પરભવ નહિ રાખણહાર કે. ચેતો૦ ૫ પુત્ર-કલત્ર-ઘર-હાટની, મમ કરો મમતા ફોક;
જે પરિગ્રહ માંહી હતા, તે છોડી ગયા બહુધા લોક કે. ચેતો. ૬ અલ્પ દિવસનો પ્રાહુણો, સહુ કોઈ ઈણે સંસાર;
એક દિન ઉઠી જાયવો, કુણ જાણે કેહવો અવતાર છે. ચેતો. ૭ અંજલિગત જલની પરે, ખિણ ખિણ ખૂટે આય;
જાવે તે નહિ બાંહુડે રે, જરાણું ધરે યૌવનને ધાય કે. ચેતો૦૮ આરંભ ઝંડી આતમાં, પીઓ સંજમરસ ભરપૂર; સિદ્ધિવધૂને કારણે રે, ઈમ બોલે શ્રી વિજયદેવસૂર કે. ચેતો. ૯
૩૨૫. વૈરાગ્યની સઝાય સદ્ગુરુ ચરણ પસાઉલે કહીશુ શિખામણ સાર; મન સમજાવો આપણું, જિમ પામો ભવપાર. ૧ કહે ભાઈ ! રૂડું તે શું કર્યું, આતમને હિતકાર; ઈહભવ પરભવ સુખ ઘણા, લહીયે જય જયકાર. ભાઈ૦ ૨ લાખ ચોરાસી યોનિ ભમી, પામ્યો નર અવતાર; દેવગુરુધર્મ ન ઓળખ્યા, ન જયો મન નવકાર. ભાઈ૦ ૩ નવ માસ માતાએ ઉદરે ધય પાળી મોટો રે કીધ; માય તાય સેવા કીધી નહિ, ન્યાયે મન નવિ દીધ. ભાઈ૪ ચાડી કીધી રે ચૌતરે દંડાવ્યા ભલા લોક; સાધુજનને સંતાપીયા આળ ચઢાવ્યા તે ફોક. ભાઈ- ૫ લોભે લાગ્યો રે પ્રાણીઓ, ન ગણે રાત્રિને દહ; હા હો કરતા રે એકીલો, જઈને હાથ ઘસીસ. ભાઈ૦ ૬ કપટ છળ ભેદ તે કર્યા, ભાખ્યા પરના રે મર્મ; સાત વ્યસનને સેવીયા, નવિ કીધો જિનધર્મ. ભાઈ૦ ૭
સક્ઝાય સરિતા
૬૦૧