________________
[2] ૩૨૩. વૈરાગ્યની સઝાય
(રાગ : દયાસિન્ધ દયાસિન્ધ) અરે કિસ્મત તું ઘેલું, હસાવે તું રડાવે તું; ઘડી ફરે ફસાવીને, સતાવે તું રીબાવે તું. અરે. ૧ ઘડી આશામહી વહે તું, ઘડી અંતે નિરાશા છે; વિવિધ રંગો બતાવે તું, હસે તેને રડાવે તું. અરે. ૨ કોઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ; પછી પાછી સજીવન થઈ, રડેલાને હસાવે તું. અરે, ૩ રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતાં; નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કોઈનું થાતું. અરે, ૪ વિકટ રસ્તા અને તારા, અતિ ગંભીર ને ઊંડા; ન તને કોઈ શકે જાણી, અતિ તું ગૂઢ અભિમાની. અરે. ૫ સદાચારી ને સંતોને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારું, બધી આલમ ના કર તું. અરે. ૬ અરે આ નાવ જિંદગીનું, ધર્યું મેં હાથ એ તારે; ડુબાડે તું ઉગારેલું, શુભવીરની આવે વહારે તું. અરે. ૭
૩૨૪. વેરાગ્યની સઝાય સુરતરુની પરે દોહીલો રે, લાધ્યો નર અવતાર; લહી એળે મત હારજો રે, કાંઈ કરજો રે મનમાં વિવેક રે,
ચેતો રે ચિત્ત પ્રાણી....... મત રાચો રે રમણીને સંગ કે, માચો રે જિનવાણી. ૧ તે કારણ તમે સહો, જે ભાખ્યો જગનાથ;
પાંચે આશ્રવ પરિહરો, કાંઈ દુલ્લો રે માનવભવ સાથ કે. ચેતો. ૨ જીવવાને વાંછે સહુ, મરણ ન વાંછે કોય;
આપણની પરે પાળવા, ત્રસસ્થાવર હણવા નવિ દોય છે. ચેતો. ૩ અપજશ કીર્તિ ઈણ ભવે, પરભવ દુઃખ અનેક;
૬૦૦
સઝાય સરિતા