SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ખોળી ખોળીને બાળશે જેમ, લોઢું ગાળે લુહાર. જીવડા૦ ૬ સ્નાન કરીને ચાલીયા, સૌ સાથે મીલી નરનાર; દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીયા વિસાર. જીવડા૦ ૭ એવું જાણીને ધર્મ કરી લે, કરી લે પર ઉપકાર; સત્ય શિયળથી પામી લે જીવડા, શિવતરૂ ફળ સહકાર. જીવડા૦ ૮ ૩૨૨. વૈરાગ્યની સજ્ઝાય ગરભાવાસમાં ચિંતવે રે, હવે ન કરશું પાપ; જબ આયો તબ વિસર્યો રે, માંડ્યો માંડ્યો ઘણો રે સંતાપ કે, સુણ રે ચંચળ જીવડા રે, તું તો પરભવ કૈસો લઈશ કે. ૧ જો નવકાર ગણાવીયે તો, નયણે નીંદ ભરાય; નાટક ચેટક નિરખતા તો, જાયે રયણી વિહાય કે. સુણ૦ ૨ જો સામાયિક કરાવીયે તો, લાગે થાક અપાર; વાતો સાથે જો મીલે તો, કરે કરે પહોર દો ચાર કે. સુણ૦ ૩ ઉભા કાઉસ્સગ્ગ કરાવીએ તો, કહે દુ:ખે મોરા પાય; માથે પોટકું મૂકીએ તો; દોડ્યો દોડ્યો મારગે જાય કે. સુણ૦ ૪ જો ઉપવાસ કરાવીએ તો, લાગે ભૂખ અપાર; લેણા કારણ રોકીએ તો, લાંઘે લાંઘે દો દિન ચાર કે. ધર્મને કાજે માગીએ તો, એક બદામ ન દેય; રાજ્ય કે વૈદ્યક રોકી લે તો, ખૂણે બેસી ગણી ગણી દેય કે. લોભને વશ થઈ પ્રાણીયો રે, મેળવે ઘણેરી રે આથ; સુ સુણવ દાન સુપાત્ર દેવતા તો ર ઘર કુરે છે હાથ કે સુક્ષ્મ છ ૫ ત્રણ તત્ત્વ આરાધીયે રે, જપીએ શ્રી નવકાર; ખિમાવિજય ગુણ આણીએ તો, પહોંચે મુક્તિ મોઝાર કે. સુણ૦ ૮ સજ્ઝાય સરિતા ૫૯૯ ૬
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy