SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીઓ વાવીને કેરી, આંબા રસ શું ચાખે. આતમ૦ ૩ રાગીથી તો રાગ ન કીજે, હેપીથી નહિ શ્રેષ; સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ. આતમ૦ ૪ જૂઠી જગની પુગલબાજી, ત્યાં નવિ થઈએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માત પિતાજી. આતમ૦ ૫ લક્ષ્મી સત્તાથી શું થાયે, જોજો મનમાં વિચારી; એક દિન ઉઠી જાઉ આ, દુનિયા સહુ વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જોને કેઈક ચાલે; બિલાડીની દોટે ચડીયો, ઉદરડો શું મહાલે. આતમ૦ ૭ કાળઝપાટા સહુને વાગે, યોગીજન ઝટ જાગે; ચિદાનંદઘન આતમઅથ, રહેજો સૌ વૈરાગે. આતમ૦ ૮ [2] ૩૨૧. વૈરાગ્યની સઝાય જીવડા સુકૃત કરજો સાર, નહિતર સ્વપ્ન છે સંસાર; પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તે ધર્મની પાળ. જીવડા૧ ઉચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યા છે બાર. જીવડા. ૨ ઉપર ફૂલડાં ફરફરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાકઠીક કરી અને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂઠે તે લોકનો પોકાર. જીવડા૦૩ શેરી લગે સબ સાથે ચલેંગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સૌ કરશે ખાનપાન સાર. જીવડા. ૪ સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર; સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ઠના ભાર. જીવડાવે અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યાર વરસસે અંગે અંગાર; ૫૯૮ સાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy