________________
એમ જાણીને રે નિશ્ચય જાવું, ચેતન ચેતો ગમાર. કાંઈ. ૬ તેં સુખ પામ્યા રે બહુ રમણી તણા રે, અનંત અસંતી વાર; લબ્ધિ કહે રે જે જિનને ભજે રે, તે પામે મોક્ષ દુવાર. કાંઈ૦ ૭
[2] ૩૧૯. વૈરાગ્યની સઝાય તુમે શ્રીજિનના ગુણ ગાવો રે, તમે મનુષ્યભવમાં જાજો રે; બાજીગર બાજી રાચી રે, તારી કાયા પડશે કાચી રે. તુમે૦ ૧ જોબનમાં નારી વહાલી રે, સહુ જનને મેલ્યાં વિસારી રે; તું પરનારીશું મોહ્યો રે, તે તારો જન્મારો ખોયો રે. તુમે૨ ચાલીસે ચિત્તડું માર્યું રે, તારૂં માયામાં મનડું ભાથું રે; પચાસે આવ્યા પરીયાં રે, તારા મુખના ડાચા ફરીયાં રે. તુમેo ૩ સાઈઠે બુદ્ધિ નાઠી રે, તારી ભમતાં જીભડી ગાઠી રે; સીત્તેરે કાંઈ ન સુઝે રે, તારી કાયા થરથર ધ્રુઝે રે. તુમે૪ એંશીએ અઘરું લાગ્યું રે, તાર ઘરમાંથી તોલ ભાંગ્યું રે; નેવું વરસે થયો ઘરડો રે, તું તો બેઠો રહેને પયડો રે. તુમે. ૫ સો વરસે સોડ તાણી સૂતો રે, એને સર્વ મલીને કુટો રે; જીવ થૈ કરે પોકાર રે, પેલા જમડાને કોણ વારે રે. તુમે૬ એવે ધર્મરાજાએ પૂછ્યું રે, ભાઈ શું છે તારું પુણ્ય રે; મેં નથી કીધાં પુણ્યના કામ રે, મેં નથી દીધાં સુપાત્રે દાન રે. તુમે૭ એનાં પુણ્યના પાના જોયા રે, એને કાઢી મેલ્યા સર્વે કોરા રે; એવી હીરવિજયની વાણી રે, જિન ભજો સહુકો પ્રાણી રે. તુમે, ૮
૩૨૦. વેરાગ્યની સઝાય આતમ ધ્યાનથી રે, સંતો સદા સ્વરૂપે રહેવું; કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કોઈ જન નાચે, કોઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરતાં; કોઈ જન જન્મે, કોઈ જન રૂવે, દેશાટન કોઈ કરતા. આતમ૦ ૨
// સક્ઝાય સરિતા
૫૯૭