SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ [?] ૩૧૭. વૈરાગ્યની સજ્ઝાય (રાગ : જનારૂં જાય છે જીવન....) (દયાસિન્ધુ) મોધેરો દેહ આ પામી, જુવાની જોરમાં જામી; ભજ્યાં ભાવે ના જગસ્વામી, વધારો શું કર્યો સારો. ૧ પડીને શોખમાં પૂરાં, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્યો બહુ બુરા, પછી ત્યાં શી રીતે વારો. ૨ ભલાઈ ના જરા લીધી, સુપાત્રે પાઈ ના દીધો; કમાણી ના ખરી કીધી, કહો કેમ આવશે આરો. ૩ ગુમાને જીંદગી ગાળી, ન આણા વીરની પાળી; જશો અંતે અરે ખાલી, લઈ ભલા પાપનો ભારો. ૪ નકામા શોખને ત્યાગો, કરો ઉપકારના કામો; અચળ રાખો રૂડા નામો, વિવેકી વાત વિચારો. પ સદા જિનધર્મને ધરજો, ગુરુભકિત સદા કરો; ચિદાનંદ સુખને વરજો, વિવેકી મુકિતને વરજો. ૬ ૩૧૮. વૈરાગ્યની સજ્ઝાય કાંઈ નવિ ચિતે હો ચિત્તમાં જીવડા રે, આયુ ગળે દિનરાત; વાત વિચારી રે પૂરવ ભવતણી, કુણ કુણ તાહરી જાત. કાંઈ૦ ૧ દોહિલો દીસે રે ભવ માનવતણો રે શ્રાવક કુળ અવતાર; પ્રાપ્તિ પૂરી રે ગિરુઆ ગુરુતણી રે, તુજ ન મળે વારંવાર. કોઈ૦ ૨ તું મન જાણે રે એ ધન મારું રે, કુણ માત કુણ તાત; આપ સવારથે સહુકો મિલ્યું રે, મ કર પરાઈ તું વાત. કાંઈ૦ ૩ પુણ્ય વિષુણા રે દુઃખ પામે ઘણા રે, દોષ દિયે કિરતાર; આપ કમાઈ રે પૂરવ ભવ તણી રે, નવિ સંભારે ગમાર. કોઈ૦ ૪ કઠણ કર્મને અનિશ તું કરે રે, જેહના સબળ વિપાક; હું નવિ જાણું રે ફુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ. કાંઈ૦ ૫ તુજ દેખતા રે જો ને જીવડા, કેઈ કેઈ ગયા નરનાર; સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy