SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પરનારી કે પ્રસંગ મેં, રાત દિવસ રાચ્યો; અજ્ઞાની જીવ જાણે નહીં, શીયલ રત્ન સાચો. ૪ અબ તો દેવગુરુ ધર્મ, ભાવ ભકિત કીજે; ઉદયરત્ન કહે તીનરત્ન, યત્ન કરી લીજે. ૫ . ૩૦૯. વૈરાગ્યની સઝાય ચેતન અબ કછુ ચેતીએ, જ્ઞાન નયણ ઉઘાડી; સમતા સહજપણું ભજો, તજો મમતા નારી, ચેતન૦ ૧ યા દુનિયા હે બાઉરી, જેસી બાજીગર બાજી; સાથ કીસીકે ના ચલે, જયું કુલટા નારી. ચેતન૨ માયા તરૂં છાયા પરે, ન રહે થિરકારી; જાનત હે દિલમેં સભી, તો ભી કરત બિગારી. ચેતન) ૩ મેરી મેરી ક્યા કરે, કરે કિનસે યારી; પલટે એકહી પલકમેં, જયું ઘન અંધિયારી. ચેતન- ૪ પરમાતમ અવિચળ ભજો, ચિદાનંદ આકારી; નય કહે નિયત સદી કરો, સબ જન સુખકારી. ચેતન ૫ [2] ૩૧૦. વૈરાગ્યની સઝાય પંથીડા પ્યારા મુસાફરખાનું તારું; ઉચાળા ભરશો અણધાર્યો નિરધારું, વાદળ ગોટો જળપરપોટો, ખેલ જગતનો ખોટો; કાયા કાચો કુંભ પકડશે, કાળકંઠનો રે ટોટો. પથીડા ૧ પર્ણકુટીમાં રહ્યો મુસાફર, કાયમનો હક માગી; પવન પ્રચંડ પડે તૂટી તવ, જાય મુસાફર રે ભાગી. પંથીડા૦ ૨ અવધે જીર્ણ ઝરૂઓ પડશે, નિકે હંસા રે જાણો; નવીન મહેલ પણ વાવાઝોડે, પડે આચિત્ય અજાણ્યો રે પંથીડા. ૩ એક દિન જીવ વિના કાયાની, તાણી બાંધશે ઝોળી; સ્વજન સંબંધી ફૂંકી બાળશે, જેમ ફાગણની રે હોળી. પંથીડા ૪ ૫૯૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy