________________
આ કુડી છે કાયા રે, તેની શી ધરવી માયા. ૫ માટીના તો મંદિર ચણી ચણી, પાયો નાંખ્યો મજબૂત; આયુ છે અસ્થિર તારું, તેહ ન વિચારે તું ભુત; વીર કહે છે રે ભીત કાચી, તેની જેમ કુડી માયા. ૬
૩૦૭. વૈરાગ્યની સઝાય અમે તો આજ તમારા, બે દિનના મહેમાન; સફલ કરો સહજ સમાગમ, સુખનું એહી જ નિદાન. અમે) ૧ આવ્યા જેમ જાશું તે રીતે, સર્વે એમ સમાન; પાછા કોઈ દિન નહિ મળીયે, ક્યાં કરશો સન્માન. અમે ૨ સાચવજે સંબંધ પરસ્પર, ધર્મ રાખી ધ્યાન; સપી સદ્ગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન. અમેo ૩ લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી, તો પ્રિય કરજો પાન. અમે ૪ શીવસુખની ઈચ્છા હોય તો, સંવરમાં કરજો પ્રયાણ; પરંપરાએ કર્મ રહિત થઈ, પામો પદ નિરવાણ. અમે પ સંસાર તજી તમે સંયમે મહાલો, ભાંગી જગ જંજાલ; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, રૂપ ભજે સમભાવ. અમે ૬
• ૩૦૮. વૈરાગ્યની સઝાય ચેત ચેત ચેત પ્રાણી, શ્રાવક કુલ પાયો; ચિંતામણીસે દુર્લભ ઐસો, મનુષ્ય જન્મ પાયો. ૧ માયામાં મગન થઈ, સારો જનમ ખોયો; સુગુરુ વચન નિર્મલ નીરે, પાપ મેલ ન ધોયો. ૨ ક્ષણ ક્ષણ ઘટત આયુ, યે અંજલી જલમાંહિ; યૌવન ધન માલ મિલ્કત, સ્થિર ન રહેશે કાંઈ. ૩
આ સક્ઝાય સરિતા
૫૯૧