SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ હુકમ હોદ્દા હાથી ઘોડા, કારમો પરિવાર રે. ૧ અતુલ બળ ચક્રી હરી રામા, ભૂજોર્જિત મદમસ્ત રે; કૂર જમ બળ નીકટ આવે, ગલિત જાવે સત્ત રે. ૨ પૃથ્વીને જે છત્ર પરે ધરે, મેરૂનો કરે દંડ રે; તેહ પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ રે. ૩ જે તખ્ત બેસી હુકમ કરતા, પહેરી નવલા વેશ રે; પાઘ શેલા ધરત ટેઢા, મરી ગયા જમદેશ રે. ૪ મુખ તંબોલને અધર રાતા, કરત નવનવા ખેલ રે; તેહ નરબળ પુષ્ય નાકે, કરત પરધર ટહેલ રે. ૫ ભજ સદા ભગવંત ચેતન !, સેવ ગુરુ પદ પવ રે; રૂપ કહે કર ધર્મકરણી, પામે શાશ્વત સત્વ રે. ૬ ૩૦૬. વેરાગ્યની સઝાય આ તન છે રંગ પતંગી રે, તેની શી ધરવી માયા; ક્ષણમાં થાશે બેરંગી રે, જૈસી બાદલ કી છાયા. ૧ જમ્યા તે તો જરૂર જ મરશો, નથી અમર રહેવાના; વૃદ્ધો જુવાન ને ન્હાના મોટા, સહુએ અવધે જવાના; વિચારો મન એવું રે, કોન અમર હો કે આયા. ૨ તારા દેખતા તો કેઈ ગયા ચાલી, તારે જવું આ વાટ; શ્યાનું મન કરતો નથી અલ્યા, સદ્ગતિ જવાના ઉચાટ; અરે ગુમાની ઘેલા રે, છોડી દે મમતા ને માયા. ૩ કાયા તારી દીસે જરજરી, જેવો કાચનો કૂપ; વિણસી જાતાં વાર ન લાગે, તેમ એ રૂપ કુરૂપ; એમાં તે શું રાચે રે, જુઠી છે સઘળી માયા. ૪ કાષ્ટ સમ બળશે તુજ કાયા, ઘાસ સમ બળશે કેશ; એવું દુ:ખ સ્મશાને નિરખે, તોયે ન સમજ્યો લેશ; ૫૯૦ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy