________________
સાપ તાકે છે દેડકો જીરે, સહુને આપણો લક્ષ રે. જીવડા) ૩ મયૂર તાકે છે સાપને જીરે, આહેડી તાકે છે મોર; મચ્છ ગળાગળ જાય છે જીરે, નિર્ભય નહિ કોઈ ઠોર રે. જીવડા) ૪ કમેં નાટક માંડીયો જીરે, જીવડો નાચણહાર; નવા નવા લેબાશમાં જીરે, ખેલે વિવિધ પ્રકાર રે. જીવડા. ૫ ચોરાસી ચોગાનમાં જીરે, રૂપ-રંગના ઠાઠ; તમાશા ત્રણ લોકમાં જીરે, બાજીગરના પાઠ રે. જીવડા ૬ બહોત ગઈ થોડી રહી જીરે, પરભવ ભાતું રે બાંધ; સમતાસુખની વેલડી જીરે, ધર્મરત્ન પદ સાધ રે. જીવડા૭
૩૦૪. વૈરાગ્યની સઝાય
(રાગ : વિમલાચલ નિતુ વંદીયે) આપ અજવાળજો આતમા, એનો મહાતમ જાણી; ખાણી પુચ યણ તણી, એવી જિનવર વાણી. આ૫૦ ૧ સફટિક રયણ જિમ રંગથી, ધરે નવ નવ રૂપ; તિમ એ અષ્ટ કરમ થકી, થાયે વિવિહ સ્વરૂપ. આ૫૦ ૨ આદિ ઉત્પત્તિ નહિ એહની, નહિ કોઈની એહ; દેહ એ કારમો કરમથી, ધરે થઈ નિઃસને. આ૫૦ ૩ નિરમલ આતમ આપણો, રમે રંગ નિઃશંક; નાણરયણ તણો સાયરૂં, પ્રભુએ નિષ્કલંક. આ૫૦ ૪ દેહથી દુઃખ પરંપરા, પામે એ ભગવંત; લોહ કુસંગતે તાડીએ, જેમ અગ્નિ અત્યંત. આ૫૦ ૫ કારમો દેહ પામી કરી, કરો પર ઉપકાર; સાર અસારમાં એ અછે, કહે લબ્ધિ વિચાર. આ૫૦ ૬
૩૦૫. વેરાગ્યની સઝાય સુણ આતમા ! મત પડ મોહ પિંજરમાં, સંસાર માયાજાળ રે, ધનધાન્ય જોબન રૂ૫ રામા, સુત સુતા ઘરબાર રે; સક્ઝાય સરિતા
૫૮૯