SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨. વેરાગ્યની સજઝાય (રાગ : સુહાની ચાંદની રાત....) ભરોસે શું રહ્યાં ભૂલી, પલકમાં પ્રાણ જાવાના, જુઓ છો અન્યના એવા, નક્કી નિજ હાલ થાવાના. ૧ વાળેલી મુઠીએ આવ્યા, નથી સાથે કશું લાવ્યા, ધરા ધન ધામને મેલી, સ્મશાને સૌ સમાવાના. ૨ સુખથી શું હજી સૂતાં, ખરેખર ખાણમાં ખંતા, સમય વીત્યા પછી પ્યારા, કુશળ ક્યાંથી કમાવાના. ૩ રહોને સર્વદા સંપી, જગત ઝંઝાળમાં જંપી, મમત્વે મોહ થવાથી, વિના મોતે મરાવાના. ૪ તમારું શું તમે લેખો, કરી ઝીણી નજરે દેખો, ધરા ધન ધામને કામે, નથી નિસ્થ ધરાવાના. ૫ ભમાઈ ભૂલ કીધાથી, વિષયની વાટ લીધાથી, પરાયા પાપને યોગે, ભવે ભાઠે ભરાવાના. ૬ ખબર પડતી નથી એ તો, નથી ગુણ દોષની ગણત્રી, ચડેલા કાળની કાંટે, ચડી ચૌટે ચડાવાના. ૭ સદા સત્સંગને સાધી, શુભવિજય વાતને બાંધી, કૃપા ગુરુદેવની થાતા, નથી દુઃખે દબાવાના. ૮ ૩૦૩. વેરાગ્યની સઝાય પુણ્યસંયોગે પામયોજી રે, નરભવ આરજ ક્ષેત્ર; શ્રાવકકુળ ચિંતામણિજી રે, ચેતી શકે તો ચેત રે. જીવડા ! આ સંસાર અસાર.......... સાર માત્ર જિનધર્મ છે જીરે, આપણું ઘર સંભાળ રે, જીવડા) ૧ માતપિતા સુત બાંધવા જીરે, દાસ-દાસી પરિવાર; સ્વાર્થ સાધે સહુ આપણો જીરે, સહુ મતલબના યાર રે. જીવડા. ૨ સરોવર જળનો દેડકો જીરે, તાકે આપણો ભક્ષ; ૫૮૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy