________________
મન માનવ તન ચંચલ હસ્તી, મસ્તી હે બલકી, સદ્ગુરુ અંકુશ ધરો શીરપર, ચલો માર્ગ સતકી. ખબર૦ ૬ જબ લગ હંસા રહે હમેં, ખુશીમાં મંગલકી, હંસા છોડ ચલ્યા જબ દેહી, મિટીયા જંગલકી. ખબર૦ ૭ પર ઉપકાર સમો નહી સુકૃત, ઘર સમતાં સુખકી, પાપ વળી પર પ્રાણી પીડન, હર હિંસા દુઃખકી. ખબર૦ ૮ કોઈ ગોરા કોઈ કાળા પીળા, નયણે નિરખનકી, એ દેખી મત રાચો પ્રાણી, રચના પુદ્ગલકી. ખબર૦ ૯ અનુભવ જ્ઞાને આતમ બૂઝી, કર બાતા ઘરકી, અમરપદ અરિહંતરું ધ્યાયાં, પદવી અવિચલકી. ખબર૦ ૧૦
૩૦૧. વેરાગ્યની સઝાય તારું ધન રે જોબન ધૂળ થાશે રે, કંચન જેવી કાયા રાખમાં રોળાશે; પેટ પીડા ને કાયા કળતર, જીવતા કેમ જોવાશે, કળ ઉપડશે ને મુંઝારો થાશે પછી, કડવાઔષધ કુણ પાશે રે. તારૂં. ૧ વૈદ્ય તેડાવશે ને વૈદું કરાવશે, ને તારી નાડીઓ ઝલાવશે; તુટી એની બુટી નહિ, તારા નાકની દાંડી મરડાશે રે. તારૂં૨ દશ દરવાજા તારા બંધ થઈ જશે, ને અતિ આતુરતા વધશે; આંખ ફરકશે ને અકળામણ થાશે, જીભલડી તારી ઝલાશે રે. તારું ૦ ૩ જેના વિના એક ઘડી ન ચાલતું, તે તારી પ્રિયા રંડાશે; ભવોભવના છેટા પડશે તમારે, તારા નામની ચુડીઓ મંગાશે રે. તારૂ૦ ૪ ખોખરી હાંડલીમાં આગ જલાવશે ને, સ્મશાને લાકડા નાખશે; સગા કુટુંબ મળી સળગાવી દેશે, પછી બહારના કાગળ લખાશે રે. તારૂં૫ દશ દા'ડા પછી સૂતક કાઢશે, માથું ને મૂછ મુંડાવશે; સારી પેઠે તારું સુતક કાઢી, પછી બારમાની સુખડી ખાશે રે. તારૂ૦ ૬ દયા ધર્મ ને ભકિત વિના તારૂં, ધન ને રાજ લુંટાશે; જ્ઞાનવિમલ કહે પ્રભુ ભજન વિણ, મોટા મોટા લૂંટાશે રે. તારૂ૦ ૭
સક્ઝાય સરિતા
૫૮૭