________________
જ્ઞાન વિનાનો ગુરૂ કિસ્યો નાથ વિના જેમ વૃષ રે લાલ... સિદ્ધ૦ ૨ હારે લાલ ધન વિના ઘર શોભે નહિં પ્રેમ વિના શો નેહ રે લાલ નીર વિના સરોવર કિસ્યો નારી વિના જેમ ગેહ રે લાલ... સિદ્ધ૦ ૩ હારે લાલ દુઃખ વિના પુરૂષ કિસ્યો સુલક્ષણ વિના જેમ પુત્ર રે લાલ
સ્વામી વિના સૈન્ય શું કરે ચારિત્ર વિના જેમ સૂત્ર રે લાલ... સિદ્ધ૦ ૪ હારે લાલ રસ વિના ગીતા કારમી આદર વિના શો દાન રે લાલ અંકુશ વિના ગજ સો વસે કાઢ્યા પછી શો માન રે લાલ... સિદ્ધ૦ ૫ હારે લાલ પરાક્રમ વિના જેમ કેસરી નરભવ જસ વિણ લાધ રે લાલ વાજિંત્ર વિના નાટક કિસ્યો ઈદ્રિય વિના જિમ સાધ રે લાલ... સિદ્ધ૦ ૬ હારે લાલ પ્રેમ કિસ્યો પરવશપણે ગુણ કિસ્યો પ્રમાણે આપ રે લાલ પરજન પરરાગી કિસ્યો દુશ્મનશું શો મેળાપ રે લાલ.. સિદ્ધ૦ ૭ હારે લાલ ઉપદેશ શો અભવ્યને હેરા આગળ શું ગીત રે લાલ મૂરખ આગળ રસથા અંધા આગળ દર્પણ રીત રે લાલ... સિદ્ધ૦ ૮ હારે લાલ ધર્મ કરો આનંદથી જેમ આત્માને હિતકાર રે લાલ મુનિ આણંદના પ્રમોદથી લણો કેવલ શિવપુર સાર રે લાલ... સિદ્ધ૦ ૯
૩૦૦. વૈરાગ્યની સઝાય ખબર નહીં આ જગમેં પલકી, સુકૃત કરનાં હોય સો કરલે, કોણ જાણે કલકી; આ દોસ્તી હે જગત વાસકી, કાયા મંડલકી, સાસ ઉસાસ સમર કે સાહિબ, આયુ ઘટે પલકી. ખબર૦ ૧ તારા મંડલ રવિ ચંદ્રમા, સબ હે ચલને કી, દિવસ ચારકા ચમત્કાર, જયું વીજલી આભલકી. ખબર૦ ૨ કુડ કપટ કર માયા જોડી, કરી બાંતાં છલકી, પાપકી પોટલી બાંધી શીર પર, કેસે હોય હલકી. ખબર૦ ૩ યા જગ હે સુપનેકી માયા, જૈસે બુંદ જલકી, વિણસંતા તો વાર ન લાગે, દુનિયા જાય ખલકી. ખબર૦ ૪ માત તાત પ્રિયા સુત બાંધવ, સબ જગ મતલબકી, કાયા માયા નાર હવેલી, એ તેરી કબકી. ખબર૦ ૫
સક્ઝાય સરિતા
૫૮૬