________________
પંથીડા રે પરદેશ જવાનું, એકદિન નિશ્ચે રે જાણો; સાંકળચંદ કહે સત્સંગે, જગના નાથને રે પિછાણો. પંથીડા૦ ૫
મુસાફર જીવડા !
[?] ૩૧૧. વૈરાગ્યની સજ્ઝાય કાયાનો મહેલ નથી તારો; માને શું મોહે મારો મારો રે.... મસા૦ લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુ:ખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતરયામી. ૧ કાયા મહેલનો કાંઈ ન ભરોસો, જળમાં ઉઠેલ પરપોટો; અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે મૂરખ, વાળ નહીં ગોટો રે. ૨ કળા કરો કાયા માટે કરોડ પણ, તારી ન થાય કોઈ કાળે; ચેતો ચેતનજી સમજી સ્વરૂપ નીજ, પડ નહીં મોહ જંજાળે રે. ૩
આ રે જગતમાં જન્મીને જીવડા શું, ધર્મ સાધન તે તો સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યો ભાન પોતાનું, મનડું તો મોહમાંહી વાધ્યું રે. ૪ વિષય વાસનાના અવળા જે ઘાટો, ઓળંગી ચાલજે રે વાટે; ચિદાનંદ ઘન ખેલ નથી બાળકનો, શિવસુખ છે શિર સાટે રે. પ - ૩૧૨. વૈરાગ્યની સજ્ઝાય
! જગ સપને કી માયા.....
રે... નર સપનેમેં રાજ પાય કોક રંક જયું, કરત કાજ મન ભાયા; ઉઘડત નયનમાં હાથ લખ ખપ્પર, મન હું મન પસ્તાયા.
રે નર૦૧
ચપલા ચમકારા જીભ ચંચલ, નરભવ સૂત્ર બતાયા, અંજલી જલસમ જગપતિ, જિનવર આયુ અથિર દરસાયા. રે નર૦ ૨ યૌવનસંધ્યા રાગ રૂપ ફૂની, મલમલીન અતિકાયા. વિણત જાસ વિલંબનાંચક, જિમ તરૂવરકી છાયા. રે નર૦ ૩ સરિતવેગ સમાન જ્યં સંપત્તિ, સ્વારથ સૂત મિત્ત જાયા, આમિષ લુબ્ધ મીન જિમ તીન સંગ, મોહ જાલ બંધાયા. રે નર૦ ૪
સજ્ઝાય સરિતા
૫૯૩