________________
૨૯૭. વૈરાગ્યની સઝાય સજીઘર બાર સાર, મિથ્યા કહે છે મારૂ મારૂ, તેમાં નથી કશું તારૂ રે;
પામર પ્રાણી ચેત તો ચેતાવું તને રે... ૧ તારે હાથે વપરાશે, એટલું જ તારૂ થાશે, બીજું તો બીજાને જાણે રે..
પામર૦ ૨ માખીએ તો મધ કીધું, ન ખાધું ન દાન દીધું, લૂંટનારે લૂંટી રે...
પામર૦ ૩ ખંખેરીને હાથે ખાલી, ઓચિંતા જવું ચાલી, કરે માથાકૂટ ખાલી રે...
પામર૦ ૪ સાહુકારી માં તું સવાયો, લક્ષાધિપતિ તું કહેવાયો, સાચું કે શું કમાયો રે.
પામર૦ ૫ આવે તે સાથે લેવો, કમાયો તું માલ કેવો, આવે તેતો જટ લેવો રે.
પામર૦ ૬ દેવે તને મણી દીધો, તેની ન કીંમત કીધી, મણી સાટે મસી લીધી રે...
પામર૦ ૭ ખોળામાંથી ધન ખોયું, ધૂળમાં પાળ ધોયું, જાણપણું તારૂ જોયું રે.
પામર૦ ૮ હજી હાથમાં છે બાજુ, કરતું પ્રભુને રાજી, કર તારી મૂડી તાજી રે....
પામર૦ ૯ મનનો વિચાર તારો, મનમાં રહી જનારો, વળી પાછો નાવે વારો રે...
પામર૦ ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવો થાશે, પછી નહિ કરી શકાશે રે..
પામર૦ ૧૧ નીકળ્યો તું શરીરથી, પછી તું માલિક નથી, રત્નવિજય કહે થી રે..
પામર૦ ૧૨ X] ૨૯૮. વૈરાગ્યની સઝાય ભમી ભમીને ભવ અટવીમાં ભૂલ્યો ભવનું ભાન માનવ ભવની મુસાફરીમાં બની ગયો મસ્તાન.
ચેતન ! ચેતી લે ચેતી લે ૧
સક્ઝાય સરિતા
૫૮૪