________________
વિષય-કષાયમાં મસ્ત બનીને, ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ રે. કેના. ૪ બાહ્મણી નિજ પુત્રને વેચે, ધનને અર્થે લોભાઈ રે; અમરકુમારને મારણ કાજે, ક્યાં ગઈ પુત્ર સગાઈ રે. કેના. ૫ સૂરીકાન્તાએ પરદેશીને માર્યો, ગળે અંગુઠો દબાઈ રે; રાયપાસેણીમાં ભગવંતે ભાખ્યું, ક્યાં ગઈ પત્ની સગાઈ રે. કેના૦ ૬ શેઠાણી નિજ શેઠને નાંખે, ઊંડા કૂવાની માંહી રે; કર્મ તણી જો જો વિચિત્રતા, ક્યાં ગઈ પત્ની સગાઈ રે. કેના૦ ૭ ચલણી માતા નિજ પુત્રને બાળે, લાખનું ઘર બનાઈ રે; વિષયમાં અતિ લંપટ થઈને, કયાં ગઈ માતૃસગાઈ રે. કેના. ૮ કેની રે માતા ને કેના રે પિતા, કેના ભાઈ ભોજાઈ રે; વિનયવિજય પંડિત એમ બોલે, સાચી ધર્મસગાઈ રે. કેના૦ ૯
૨૯૬. વૈરાગ્યની સઝાય આતમરામે રે મુનિ રમે ચિત્ત વિચારીને જોય રે તારું દીસે નવિ કોય રે સહુ સ્વારથિયું મલ્યુ જોય રે જનમ મરણ કરે લોય રે પૂઠે સવિ મિલી રોય રે... આ૦ ૧ સ્વજન વર્ગ સવિ કારમો કૂડો કુટુંબ પરિવાર રે કોઈ ન કરે તુજ સાર રે ધર્મ વિણ નહીં કોઈ આધાર રે
પામો ભવ પાર રે... આ૦ ૨ અનંત કલેવર મૂક્યિા તે કીયા સગપણ અનંત રે ભવઉગે રે તું ભમ્યો તોયે નહિ આવ્યો તુજ અંતરે
ચેતો હૃદયમાંહિ સંત રે... આ૦ ૩ ભોગ અનંતા તે ભોગવ્યા દેવ મનુષગતિમાંહિ રે તૃમિ ન પામ્યો રે જીવડો હજી તુજ વાંછા છે તિહાંઈ રે
આણ સંતોષ ચિત્તમાંહી રે... આ૦ ૪ ધ્યાન કરો રે આતમતણું પરવસ્તુથી ચિત્ત વારી રે અનાદિ સંબંધ તુજકો નહિ શુદ્ધ નિશ્ચય ઈમ ધારી રે ઈણ વિધ નિજ ચિત્ત ઠારી રે મણિચંદ્ર આતમ તારી રે..આ૦ ૫
// સક્ઝાય સરિતા
૫૮૩