________________
ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીયે વશ કીધો; ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારીયામાં. સગુ૦ ૬
૨૯૪. વૈરાગ્યની સજ્ઝાય
સાર નહિ રે સંસારમાં, કરો મનમાં વિચાર જી;
નેત્ર ઉઘાડીને જોઈએ,કરીએ દષ્ટિ પસાર જી. સાર૦ ૧ જાગ જાગ ભવિ પ્રાણીઆ, આયુ ઝટપટ જાય જી;
ગયો વખત નહિ આવશે, કારજ કાંઈ ન થાય જી. સાર૦ ૨ દશ દૃષ્ટાંતે રે દોહિલો, પામી નર અવતાર જી;
દેવ ગુરુનો જોગ પામીને, કરીએ ધર્મશું રાગ જી. સાર૦ ૩ મારું મારું કરી જીવ તું, ફરીઓ સઘળે ઠાણ જી;
આશા કોઈ ફળી નહી, પામ્યો સંકટ ખાણ જી. સાર૦ ૪ માત-પિતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી;
પડતી સમે કોઈ નવિ રહે,દેખો સ્વારથી સંસાર જી. સાર૦ ૫ રાવણ સરિખો રે રાજવી, લંકાપતિ જે કહાય જી;
ત્રણ જગતમાંહિ ગાજતો,ધરતો મન અભિમાન જી. સાર૦ ૬ અંત સમય ગયો એકલો, નહિ ગયું કોઈ તેની સાથ જી;
એહવું જાણીને ધર્મ કીજીએ, હોશે ભવજલ પાર જી. સાર૦ ૭ મોહનિદ્રાથી જાગીને, કરો ધર્મશું પ્રેમ જી;
એવી સૌભાગ્યની વાણીને, ધારો મનશું પ્રેમ જી. સાર૦ ૮
૨૯૫. વૈરાગ્યની સઝાય
કેના રે સગપણ કેની રે માયા, જીવ રહ્યો છે લોભાઈ રે; અથિર સંસારમાં કોઈ નથી તારૂં, સાચી ધર્મ સગાઈ રે. કેના૦ ૧ શ્રેણિકરાયને પિંજરે પૂર્યાં, કોણીકે રાજ્ય લોભાઈ રે; પુત્ર પિતાને અતિ દુ:ખ દીધું, કયાં ગઈ પુત્ર સગાઈ રે. કેના૦ ૨ ભરત બાહુબલી રાજ્યને માટે, માંડી મોટી લડાઈ રે; ચક્ર મૂકયું નિજ ભાઈની ઉપર, કયાં ગઈ ભ્રાતૃ સગાઈ રે. કેના૦ ૩ મયણરેહા વશે મોહ્યો મણિરથ, માર્યો યુગબાહુ ભાઈ રે;
૫૮૨
સજ્ઝાય સરિતા