________________
બલવંત બન્નેરે બંધન એ કહ્યાં તે માંહે રાગ વિશેષ હો...
હે રે ચેતન ચેતજો ૭ જે જેવું કરે રે તે તેવું ભોગવે કડવા કર્મ વિપાક હો વિષયનો વાહ્યો રે જીવ ચેતે નહિં ખાતો ફળ કિંપાક હો...
હે રે ચેતન ચેતજો ૮ આખર સૌને રે ઉઠી ચાલવું કોઈ આજ કે કોઈ કાલ હો પરદેશી આણા રે પાછા નહિં વળે એમ સંસારની ચાલ હો...
હે રે ચેતન ચેતજો ૯ નરપતિ સુરપતિ જિનપતિ સારીખા રહી ન શક્યા ઘડી એક હો તો બીજાનો રે શ્યો છે આશરો કાળ ચૂકે નહિં ટેક હો...
હે રે ચેતન ચેતજો ૧૦ એહવું જાણીને ધર્મજ આદરો કેવલી ભાષિત જેહ હો પરોપકારને નીતિ ઉદયરતન વદે જગમાં સારે છે એહ હો...
હે રે ચેતન ચેતજો ૧૧ ૨૯૩. વૈરાગ્યની સઝાય સગુ તારૂં કોણ સાચું રે, સંસારીયામાં, પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ૧ ફૂડું કૂડું હેત કીધું, તેને સાચું માની લીધું અંત કાલે દુ:ખ દીધું રે, સંસારીયામાં. સગુ૦ ૨ વિશ્વાસે વહાલા કીધાં, પ્યાલા ઝેરના પીધા; પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં. સગુ૦ ૩ મન ગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યો; પાપીઓનો સંગ ઝાલ્યો રે, સંસારીયામાં. સગુ. ૪ મુખે બોલ્યો મીઠી વાણી, ધન કીધું ધૂળધાણી; જીતી બાજી હારી ગયો રે, સંસારીયામાં. સગુ૦ ૫
સ%ાય સરિતા
૫૮૧