________________
તિન્હોં કો ખા ગયે કીડે, તું હોતા ક્યોં દિવાના હૈ. અહિંસા, ૫ કહત શાંતિ સમજ પ્યારા, ચલેગે છોડ પરિવારા; લગાવો ધ્યાન જિનવરકા, જો ચાહો સુખ કમાના હૈ. અહિંસા, ૬
૨૮૯. વૈરાગ્યની સઝાય આ સંસાર અસાર છે ચિત્ત ચેતો રે, જૂઠો સકલ સંસાર ચતુર ચિત્ત ચેતો રે. ૧ સંધ્યા રંગ સમાન છે - ચિત્ત) ખાલી આ ઈન્દ્રજાળ. ચતુર૦ ૨ એકલો આવ્યો જીવડો ચિત્ત) જાશે એકલો આપ. ચતુર૦ ૩ સઘળું અહીં મૂકી જશે ચિત્ત સાથે પુષ્ય ને પાપ. ચતુર૦ ૪ કરણી પાર ઉતારશે ચિત્ત, કોણ બેટો કોણ બાપ. ચતુર૦ ૫ રાજ નહિ પોપાબાઈનું ચિત્ત જમડો લેશે જવાબ. ચતુર૦ ૬ સુખમાં સજજન સહુ મળ્યા ચિત્ત દુઃખમાં દૂર પલાય. ચતુર૦ ૭ અવસર સાધો આપણો ચિત્તવ છંડો દૂર બલાય. ચતુર૦ ૮ ફરી અવસર મળતો નથી ચિત્તહીરો સાંપડ્યો હાથ. ચતુર૦ ૯ રંકને રત્નચિંતામણિ ચિત્ત રણમાં સજ્જન સાથ. ચતુર૦ ૧૦ સમતાના ફલ મીઠડાં ચિત્તસંતોષ શિવતરૂ મૂળ. ચતુર૦ ૧૧ બે ઘડી સાધો આપણી ચિત્ત, ધર્મરત્ન અનુકૂળ. ચતુર૦ ૧૨
૨૯૦. વેરાગ્યની સઝાય નથી સાર જગમતાં ભાઈ, હવે કરી લે સુકૃત કમાઈ, જીવ ! જોવું જરૂર તપાસી, બહુ ભટક્યો લાખ ચોરાશી;
મલ્યો માનવ તન સરસાઈ. નથી૧ તું માતા ઉદરે આવ્યો, નવ માસ કેદ પુરાયો;
તિહાં ભોગવી બહુ દુ:ખ દાઈ. નથી. ૨ તું ઊધે શીર લટકાયો, તું ઉચો નીચો પછડાયો;
આડો આવે તો જાય કપાઈ. નથી૩ જન્મ પ્રસંગની પીડા, જાણે જીવતા નારકીના કીડા;
કાંઈ પતો ન પામે ભાઈ નથી. ૪ સહી આધિ વ્યાધિ ને ઉપાધિ, તે પાપની ગાંઠડી બાંધી;
'કેમ છૂટે કહો છોડાઈ. નથી. ૫
સક્ઝાય સરિતા
૫૭૮