________________
માત પિતા સુત ને દારા, સઘળા તુજથી છે ન્યારા;
સહુ સ્વાર્થની છે સગાઈ. નથી૬ સંસાર સ્વપ્ના જેવો છે,વળી ફોગટ પાણી વલોવો;
ઠાલી શી કરે ઠકુરાઈ. નથી. ૭ ધરે મેરૂ જેવો અભિમાન, પલમાં જઈશ સ્મશાન;
ડુબી જશે સબ ચતુરાઈ. નથી૮ સદ્ગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે;
જો માને તો તારી ભલાઈ નથી. ૯ લાગ્યા પાપ કરમના ગોદા, છે હાર જીતના સોદા;
બધી અસ્થિર બાજી રચાઈ. નથી. ૧૦ મલ્યો માનવનો અવતાર, હવે લગરીક ભાર ઉતાર
સવા ક્રોડની કરી લે કમાઈ નથી. ૧૧ મન કેસર મંત્રી મનાવો, શુભ સુમતિ સોહાગણ લાવો;
છે ધર્મરત્ન સુખદાઈ. નથી૧૨ ૨૯૧. વૈરાગ્યની સજઝાય એ સંસાર અસાર છે રે જીવડા, બુઝે તે વિરલો કોય; એ સંસાર તજી ગયા રે જીવડાં, તે નર સુખીયા હોય;
ચતુરનર ! ચેતો રે ચિત્તમાંહી. ૧ ડાભ અણી જલ બિંદુઓ રે જીવડા, જેહવો સંધ્યાનો રાગ; એણીપરે ચંચલ આઉખું રે જીવડા, જાગી શકે તો જાગરે. ૨ ધન ધાન્ય રામા કાંઈ કરે રે જીવડા, કારમો એહ સંસાર; સોવનમય નવ ડુંગરી રે જીવડા, નંદે તજી નિરધાર. ૩ માતો મયગલની પરે રે જીવડા, મન્મથ થયો રે અપાર; નરક નિગોદમાં જાયશો રે જીવડા, તેહવો જાણી સંસાર. ૪ યૌવન વય વઈ જાશે રે જીવડા, ઘરડપણું નિવાર; ખૂણે ઘાલ્યો ખાટલો રે જીવડા, કોઈ ન પૂછે સાર. ૫ અંગ ગળે ને માથું ફરતું રે જીવડા, જર્જરી હુએ દેહ; સગાં સણીજા ઈમ ભણે રે જીવડા, ડોસો કરાવે વેઠ. ૬
સઝાય સરિતા
૫૭૯