________________
૨૮૫. વૈરાગ્યની સજ્ઝાય
જીવ તું ઘેનમાંહે પડ્યો, ત્હારી નિદરડીને વાર રે; નરક તણાં દુ:ખ દોહિલાં સેવ્યા તે અનંતી વાર રે, ચેતન ચેતજો પ્રાણીયા. ૧
ધન-કુટુંબને કારણે, ગાફિલ રહ્યો તું રાત-દિવસ રે;
લાખ ચોરાશીને ખોળીએ, કર્યા તે નિત નવા વેષ રે. ચેતન૦ ૨ જ્યા જઈશ તિહાં કર્મ આગલે, ત્યાં તારા પડી રહેલા પાસ રે; ભોગવ્યા વિના છૂટકો નહિ, કર્યાં કર્મનો તું દાસ રે. ચેતન૦ ૩ જેમ રે પંખી વાસો વસે, તેમ તું જાણ સંસાર રે; આ રે સંસાર અસાર છે, આવખાનો ન કર વિશ્વાસ રે. ચેતન૦ ૪ ભવિક જીવ ! તુમે સાંભળો, પાળજો જીવદયા સાર રે; સત્યવિજય પંડિત ઈમ ભણે, પ્રભુ ! આવાગમન નિવાર રે. ચેતન૦ ૫ ૨૮૬. વૈરાગ્યની સજ્ઝાય
જીવડા ચૂપ કરીને ચેતો, જીવડા આ અવસર બહુ રૂડો;
પછી તુમે ઘણી સુરના કરશો, જિમ પિંજરમાં સુડો. જીવડા૦ ૧ સુખમાં પ્રભુ સમરતાં નથી ને, કરો કાંઈ ખોટાઈ; કાળ આવીને કંઠ પકડશે, નગરી જાશે લુંટાઈ. જીવડા૦ ૨ રત્નચિંતામણી હાથમાં આવ્યું, પારખું કરીને જુઓ; અતિ મોંઘેરો મનખો ગુમાવી, હાથે કરી કાં ખોવો. જીવડા ૩
દુર્લભ માંહે દુર્લભ પામ્યો, માનવનો અવતાર; નવઘાટી ઓલંગી આવ્યો, રહી નહીં મણા લગાર. જીવડા૦ ૪
આળ પંપાળ પરિહરીને, એક જ પ્રભુ ધ્યાનમાં રાખો; ફૂડી માયામાં શું લલચાણા, વિષ મૂકી અમૃત ચાખો. જીવડા૦ ૫
ખોટી માયામાં શું ખોટી થાવું,શાને મરો છો દોડી;
અંત સમયે કોઈ કામ ન આવે, સાથ ન આવે કોડી. જીવડા૦ ૬
માલમતા જે મેળવી અધિકી, તે તો રહેશે આંહી; રામવિજય કહે અહીંથી ભૂલ્યો, તો નથી ઠેકાણું કાંઈ. જીવડા૦ ૭
સજ્ઝાય સરિતા
૫૭૬