________________
સંસારમાં નથી કોઈ કોઈનું, સૌ સ્વારથીયા સગા વહાલા રે,
કર્મ ધર્મ સંયોગે સહુ સાંપડયાં, અંતે જાશે સહુ ઠાલા રે. જાઉં૦ ૩ મારૂં મારૂં મ કરો પ્રાણીયા, તારૂં નથી કોઈ એણી વેળા રે,
ખાલી પાપના પોટલા બાંધવા, નરકમાં થાશે હેલમઠેલા રે. જાઉ૦ ૪
ગરજ સરે જો એહથી, તો સંસાર મુનિ કેમ છોડે રે, પણ જુઠી બાજી છે સંસારની, ઈન્દ્રજાળની બાજી તોલે રે. જાઉ પ નગારા વાગે માથે મોતના, કેમ નિશ્ચિંત થઈને સૂતો રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કિચડમાં કેમ ખૂંતો રે, જાઉ ૬
લાખ ચોરાસી જીવાયોનિમાં, નથી છૂટવાનો કોઈ આરો રે, એક જ મક્ષ વૈરાગ્ય છે, તમે ધર્મરતન સંભારો રે. જાઉ૦ ૭ ૨૮૪. વૈરાગ્યની સજ્ઝાય
તન ધન જોબન કારમુજી રે, કોના માત ને તાત; કોના મંદિર માળિયાંજી રે, જેસી સ્વપ્નની વાત.
સૌભાગી શ્રાવક ! સાંભળો ધર્મ સજ્ઝાય. ૧
ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહિ કોઈ; ઘેબર જમાઈ ખાઈ ગયોજી, ફુટાઈ ગયો કંદોઈ. સૌ૦ ૨ પાપ અઢાર સેવીનેજી, લાવે પૈસો એક; પાપના ભાગી કો નહીંજી, ખાવાવાળા છે અનેક. સૌ૦ ૩
જીવતાં જસ લીધો નહીંજી, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી, પછી અંધારી રાત. સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકોજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીનેજી, વીર પ્રભુની કરે સેવ. સૌ૦ ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ; કરવી દેવની વેઠડીજી, શેખચલ્લીના પરિણામ. સૌ૦ ૬
જો સમજો તો શાનમાંજી, સદ્ગુરુ આપે છે જ્ઞાન; જો સુખ ચાહો મોક્ષનાજી, ધર્મરત્ન કરો ધ્યાન. સૌ૦ ૭
સાય સરિતા
૫૭૫