________________
કોઈક પુત્ર મારે બાપને ધન લોભે લલચાય બાપ મારે નિજ પુત્રને એ સંસાર કહાય... જંજાળી. ૧૬ કોઈ રોગી કોઈ સોગીયા કોઈના પેટ ન ભરાય કોઈ બાળ વિધવા બાપડી મુખે મૂકતી હાય... જંજાળી. ૧૭ સંસાર સ્વરૂપ આવું જાણીને જીવડા જતન કરી જોય
સ્વારથીયા સંસારમાં સગું તારું નથી કોય... જંજાળી૧૮ ક્ષમાં ખડગ લઈ હાથમાં કર્મ કઠિન વિદાર શ્રી જિનશાસન પામીને કરી લે આત્મ ઉદ્ધાર... જંજાળી. ૧૯ તજ તજ જગ જંજાળને ભજ ભજ શ્રી ભગવંત રૂપવિજય કહે જીવને તો પામીશ ભવનો અંત... જંજાળી. ૨૦
૨૮૨. વૈરાગ્યની સઝાય
(રાગ : આવ્યો ત્યારે મુઠી વાળી) જોને તું પાટણ જેવા, સારા હતા શહેર કેવા; આજ તો ઉજજડ જેવા રે, આ જીવ જોને, જાય છે જગત ચાલ્યું રે. આ૦ ૧ વળી સિદ્ધપુર વાળો, મોટો જોને રૂદ્ર મહાલો, કિહાં ગયો તે રૂપાળો રે. આ૦ ૨ રૂડા રૂડા રાણી જાયા, મેળવી અથાગ માયા, કાલે તેની પડી કાયા રે.આ૦ ૩ છત્ર જેને છાયા થતી, રૂડી જેની રીતિ હતી, કિહાં ગયો કરોડપતિ રે. આ૦ ૪ કોઈ તો કે વાતા કેવા, આભના આધાર જેવા,ઉઠી ગયા હેવા દેવા રે. આ૦ ૫ જોબનીયાને જાતું જોઈ, રોકી શક્યા નહિ કોઈ, સગા સર્વે રહ્યા રોઈ રે. આ૦ ૬ હુકમે હાજર થાતા, ખમાખમા મુખે કહેતા, વિશ્વમાંથી થયા વહેતા રે. આ૦ ૭ મુઆ જન જેની સાથે, હેતથી પોતાને હાથે, મરણ ન મૂકે માથે રે. આ૦ ૮ જસ લીધો શત્રુ જીતી, નવીન ચલાવી રીતિ, વેળા તેની ગઈ વીતી રે. આ૦ ૯ જગમાંહી ખૂબ જામ્યો, વૈર વારી વિસરામ્યો, પણ તે મરણ પામ્યો રે. આ૦ ૧૦ નેક નામદાર નામે, જઈ વસ્યા સ્મશાન ઠામે, રત્નવિજય કહે નવિ કામે રે. આ૦ ૧૧
૨૮૩. વેરાગ્યની સજઝાય જાઉં બલિહારી વૈરાગ્યની, જેના મનમાં એ ગુણ આયો રે, મોક્ષના મોતીએ જીવડા, નરભવ સફલ તેણે પાયો રે. જાઉ૦ ૧ જેમ ભિખારીને ભાંગ્યો ઠીકરો, તેને તજવો દોહિલો હોય રે, પટખંડ તજવા સોહિલા, જો વૈરાગ્ય મનમાં હોય રે. જાઉ૦ ૨
૫૭૪
સક્ઝાય સરિતા