________________
મંત્રી મળ્યા સર્વે કારમાં, તેનું કંઈ નવ ચાલે. એક૦ ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવનવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક૦ ૩ ચર કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિ લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક૦ ૪ કેના છોરૂં ને તેના વાછરું, કેના માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુષ્ય ને પાપ. એક૦ ૫ સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જવે; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂ. એક૦ ૬ વ્હાલા તે વ્હાલા શું કરો, વહાલાં વોળાવી વળશે; વહાલા તે વનના લાકડાં, તે તો સાથે જ બાળશે. એક૦ ૭ નહીં ત્રાપો નહીં તુંબડી, નથી તરવાનો આરો; ઉદયરત્ન મુનિ ઈમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૮
[2] ૨૭૯. વેરાગ્યની સઝાય આવ્યો ત્યારે મુઠી વાળી, જાતી વેળા ખાલી રે;
જીવડા..... ! સમય સુધાર,........... બહુ ફાલ્યો બહુ ફુલ્યો, અંતે દેશે બાળી રે. જી૧ ઉહ ઉહાં તું તો કરતો, જનમતાં તે વારે રે, સઘળું તે રહી ગયું, પ્રભુને દરબારે રે. જી૦ ૨ આવ્યો ત્યારે સાકર વહેંચી, હરખ ન માય રે; જાતી વેળા રોવા લાગ્યા, કરે હાય હાય રે. જી૦ ૩ આવ્યો ત્યારે પહેરવાના, ખાવાના અપાર રે; જાતી વેળા તારૂં બધું, લૂંટી લેવાય રે. જી- ૪ આવ્યો ત્યારે પારણામાં, ઝુલાવે અપાર રે; જાતી વેળા વાંસ લાવશે, સાડા ત્રણ હાથ રે. આ૦ ૫
આ સક્ઝાય સપ્તિા
૫૭૧