________________
રમણી સંગે રામ્યો રમે, કેમ દીયે બાઉલે બાથ રે; તન ધન જોબન સ્થિર નહી, પરભવ નાવે તુજ સાથ રે. માત્ર ૩ એક ઘરે ધવલ મંગલ હુવે, એક ઘરે રુવે બહુ નાર રે; એક રામા રમે કંતશું, એક છેડે સકલ શણગાર રે. મા૪ એક ઘરે સહુ મલી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે; તે રે સાજનીયાં ઉઠી ગયાં, સ્થિર ન રહ્યો એક વાસ રે. માત્ર ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગુમાર રે; દશ દુષ્ટાંતે દોહીલો, પામવો મનુષ્ય અવતાર રે. માત્ર ૬ હર્ષવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુકિતવધુ કેરો સંગ રે. માત્ર ૭
૨૭૭. વૈરાગ્યની સઝાય માનમાં માનમાં માનમાં રે, જીવ મારું કરીને માનમાં, અંતકાળે તો સર્વ મૂકીને, ઠરવું છે જઈ સ્મશાનમાં રે.
જીવ૦ ૧ વૈભવ વિલાસી પાપ કરો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે.
જીવ૦ ૨ રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે.
જીવ૦ ૩ જગતમાં તારું કોઈ નથી રે, મન રાખને ભગવાનમાં રે.
જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાકો પડશે તારા કાનમાં રે.
જીવ૦ ૫ કોક દિન જાનમાં તો કોક દિન કાણમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે. જીવ૦ ૬ કોકદિન સુખમાં તો કોકદિન દુઃખમાં, સઘળા તે દિન સરખા જાણમાં રે. જીવ૦ ૭ સુત્ત વિત્ત દારા પુત્રી ને ભૂલ્યો, અંતે તે તારા જાણમાં રે.
જીવ૦ ૮ આયુ અસ્થિરને ધન ચપળ છે. ફોગટ મોહ્યો તેના તાનમાં રે
જીવ૦ ૯ છેલ બટુક થઈ શાને ફરો છો, અધિક ગુમાન માન તાનમાં રે. જીવ૦ ૧૦ મુનિ કેવળ કહે સુણો સજજન સહુ, ચિત્ત રાખીને પ્રભુ ધ્યાનમાં રે. જીવ૦ ૧૧
૨૭૮. વેરાગ્યની સઝાય ઊંચા તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે, મન સબળો જી સાલે. ૧
૫૭૦
સાય સરિતા