________________
જરૂર જીવને મરવું સાચું સાથે ન લીધું ભાતું સુણ૦
મરવાટાણે રે ! મારાથી કેમ મરાશે ? કેમ મરાશે શી ગતિ થાશે વિપત્તિ કેમ વેઠાશે ? મરવાટાણે રે મારાથી૦ ૧ સાસુને સંતાપ્યા રે નણદીને કાંઈ ન આપ્યું
હાથમાંહે તો કરવત લઈને મૂળ પોતાનું કાપ્યું... મરવાટાણે રે મારાથી૦ ૨ બે બાલકડાં રે બાઈ મારે છે લાડકડા
અંત સમે જઈ અળગા રહેશે પોતાના કેમ કહેવાશે ?...
મરવાટાણે રે મારાથી૦ ૩
ભર્યા ને ભાદર્યા રે આ ઘર કેમ મૂકાશે મરવાની તો ઢીલ જ નથી પણ આ ઘર કેમ સોંપાશે...
મરવાટાણે રે મારાથી૦ ૪
હતું છતાં હાથે નવદીધું, પથારીયે જઈ પડશું હવે તો શી ગતિ થાશે મારી ભાતું કાંઈન લીધું...
મરવાટાણે રે મારાથી૦ ૫
શ્વાસ ચઢશે રે ધબ કે આંખો ઉઘડશે અહીંથી તો ઉઠાતું નથી ને ભૂખ્યા કેમ ચલાશે ?...
મરવાટાણે રે મારાથી૦ ૬
જમદૂત આવશે રે ત્યારે એકદમ ભડકા બળશે ઝાઝા જોરની જવાળા ચડશે ડચકા કેમ ખવાશે ?...
મરવાટાણે રે મારાથી૦ ૭
સમયસુંદર કહે રે, સહુ સમજીને રહેજો સમજ્યા તે તો સ્વર્ગે પહોંચ્યા ગાફિલ ગોથાં ખાશે...
મરવાટાણે રે મારાથી૦ ૮
૨૭૬. વૈરાગ્યની સજ્ઝાય
મારું મારું મ કર જીવ તું, જગમાં તાહરૂં નહિ કોય રે;
આપ સ્વારથે સહુ મિલ્યાં, હૃદય વિચારીને જોય રે. મા૦ ૧ દિન દિન આયુ ઘટે તાહરૂં, જિમ જલ અંજલિ હોય રે; ધર્મની વેળા નાવે ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે. મા૦ ૨
00
સજ્ઝાય સરિતા
૫૬૯