________________
ગુરૂવચન-દીપ તો કર ધરે અનુસરે પ્રથમ નિગ્રંથ રે... ચેતન જ્ઞાન૧૦ ધારજે ધ્યાનની ધારણા અમૃતરસ પારણા પ્રાય રે આળસ અંગનું પરિહરે તપ કરી શોષજે કાય રે... ચેતન જ્ઞાન. ૧૧ કલિચરિત દેખી મત ભડકજે અડકજે મન શુભ યોગ રે સૂખડી નવમરસ પાવની ભાવના આણજે ભોગ રે... ચેતન જ્ઞાન) ૧૨ લોક ભયથી મન ગોપવે રોપવે તું મહાદોષ રે અવર સુકૃત કીધા વિના તુઝ દિન જતિ શુભ શોષ રે... ચેતન જ્ઞાન) ૧૩ લોક સન્નાવમાં ચતુર તું કાંઈ અછતું નવિ બોલ રે ઈમ તુઝ મુગતિરૂં બાઝચ્ચે વાસસ્ય જિમ ગૃહી મોલ રે...ચેતન જ્ઞાન૦૧૪ જ્ઞાન-દર્શન-ચરણ ગુણતણા અતિઘણો ધરે પ્રતિબંધ રે તન-મન-વચન સાચો રહે તું વહે સાચલી સંધ રે.. ચેતન જ્ઞાન. ૧૫ પોપટ જિમ પડ્યો પાંજરે મનિ ધરે સબલ સંતાપ રે તિમ પડે મત પ્રતિબંધ તું સંધિ સંભાળજે આપ રે... ચેતન જ્ઞાન. ૧૬ મન રમાડે શુભગ્રંથમાં મત ભાડે ભ્રમ પાશ રે અનુભવ રસવતી ચાખજે રાખજે સુગુરૂની આશ રે.. ચેતન જ્ઞાન. ૧૭ આપ સમ સકલ જગ લેખવે શીખવે લોકને તત્ત્વ રે માર્ગ કહેતો મત હારજે ધારજે તું દઢ સત્ત્વ રે... ચેતન જ્ઞાન, શ્રી નયવિજય ગુરૂ શિષ્યની શીખડી અમૃતવેલ રે સાંભળી જેહ એ અનુસરે તે લહે જસ રંગરેલ રે... ચેતન જ્ઞાન, ૧૯
૨૭૩. મરણ વિષેની સઝાય મરણ ન છૂટે રે પ્રાણીયા, કરતાં કોટી ઉપાય રે; સુર નર અસુર વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે. મરણ૦ ૧ ઈન્દ્ર ચંદ્ર રવિ હરિ વળી, ગણપતિ કામ કુમાર રે સુરગુરુ સુરવૈઘ સારીખા, પહોંચ્યા જમ દરબાર રે. મરણ૦ ૨ મંત્ર જંત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે; ચતુરાઈ કેરા રે ચોકમાં, જમડો લૂટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતાં, કરતાં વિવિધ તોફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહોચ્યાં તે શ્મશાન રે. મરણ૦ ૪
૫૬ ૬
સક્ઝાય સરિતા