________________
કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાઠડી માંય રે; ખોખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ૦ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંક ને રાય છે કારમો, કારમો સકળ સંસાર રે. મરણ૦ ૬ બાંધી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે; જીવડા જોને તું જગતમાં, કોઈ ન આવે છે સાથે રે. મરણ૦ ૭ નાના મોટા સહુ સંચર્યા, કોઈ નહિ સ્થિર વાસ રે; નામ રૂપ સહુ નાશ છે, ધર્મરત્ન અવિનાશ રે. મરણ૦ ૮
૨૭૪. મરણ વિષેની સઝાય ચેતન ! ચેતજો રે એ કાળ ન મેલે કે'ડો ભાતું બાંધજો રે જમડો પકડે છે તુમ કે'ડો
ચેતન ચેતજો. ૧ કોઈક બહાનું કાઢી જીવને છેતરશે એ છાનો ઓચિંતો આવી પકડી જાશે કાંઈક ચડાવી બાનો...
ચેતન ચેતજો૦ ૨ શરીર પિંજર જીવ મુસાફિર તૃષ્ણા બગીચે ફરતો જુલ્મી જમડોએ સમળી પેરે લઈ જાશે જટ ભમતો...
ચેતન ચેતજો. ૩ બાળા બુટ્ટા ગરભે હુંતા જુવાનને લઈ જાવે કાચા પાકા સઘળા બેડાં જ મને દયા ન આવે...
ચેતન ચેતજો૦ ૪ તું જાણે પરવારી જઈશું લોચા સઘળા ધોઈ હા-હો કરતાં જમ લઈ જાહે સહુકો રહે એમ જોઈ...
ચેતન ચેતજો. ૫ તું અમર પરે થિર થઈ બેઠો લોચા વાળે મૂઢ લખપતિ નરપતિ શેઠ સત્યવાહ તુજ આગળ કઈ બૂઢ...
ચેતન ચેતજો. ૬
// સઝાય સરિતા
૫૬૭