________________
ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે; જ્ઞાનરૂચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. ૨ ૬ રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ૨૭ દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમધામ રે. ૨૮ શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શીખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગરેલ રે. ૨૯
૨૭૨. અમૃતવેલની સઝાયો (૨) ચેતન ! જ્ઞાન અજુઆળજે ટાળજે મોહ સંતાપ રે દુરિત નિજ સંચિત ગાળજે પાળજે આદર્યું આપ રે... ચેતન જ્ઞાન. ૧ ખલતણી સંગતિ પરિહરે મત કરે કોઈછ્યું ક્રોધ રે શુદ્ધ સિદ્ધાંત સંભારજે ધારજે મતિ પ્રતિબોધ રે... ચેતન જ્ઞાન૦ ૨ હરખ મત આણજે તૂસવ્યો દૂતવ્યો મત ધરે ખેદ રે રાગ દ્વેષાદિ સંધે રહેમનિ વહે ચારૂ નિર્વેદ રે... ચેતન જ્ઞાન) ૩ પ્રથમ ઉપકાર મત અવગણે તું ગણે ગુરગુણ શુદ્ધ રે જિહાં-તિહાં મત ફરે ફૂલતો ઝૂલતો મમ રહે મુદ્ધ રે.. ચેતન જ્ઞાન૪ સમકિત રાગ ચિત્ત રંજે આજે નેત્ર વિવેક રે ચિત્ત મમકાર મત લાવજે ભાવજે આતમ એક રે... ચેતન જ્ઞાન, ૫ ગારવઅંકમાં મમ ઝુલે મત ધરે મચ્છર ભાવ રે પ્રીતિ મ ત્યજે ગુણવંતની સંતની પંક્તિમાં આદિ રે... ચેતન જ્ઞાન૬ બાહ્ય ક્રિયા કપટ તું મત કરે પરિહર આરતધ્યાન રે મીઠડો વદન-મને મેલડો ઈણ કિમ તું શુભજ્ઞાન રે... ચેતન જ્ઞાન. ૭ ચાલતો આપદે રખે મત ભખે પુંઠનો મંસ રે થન ગુરૂનું સદા ભાવજે આપ શોભાવજે વંશ રે... ચેતન જ્ઞાન, ૮ હઠ પડ્યો બોલ મત તાણજે આણજે ચિત્તમાં સાન કે વિનયથી દુઃખ નવિ બાંધચ્ચે વાંધચ્ચે જગતમાં માન રે...ચેતન જ્ઞાન, ૯ કોકવારે તુઝ ભોળવ્યો ઓળવે ધર્મનો પંથ રે
// સક્ઝાય સરિતા
૫ ૬૫