SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ જેહ ધન ધાન્ય મૂચ્છ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે. ૧૩ જૂઠ જે આળ પરને દિયા, જે ક્ય પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૧૪ પાપ જે એહવા સેવિયાં, નિદિએ તેહ વિહુ કાલ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ૧૭ જેહ ઉવજઝાયનો ગુણ ભલો, સૂત્ર સજઝાય પરિણામ રે; સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૧૮ જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમતિ દષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે. ૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨૧ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમાં જાણ રે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિચે શુદ્ધનય ભાવના, પાપનાશય તણું ઠામ રે. ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૪ કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. ૨૫ સક્ઝાય સરિતા ૫ ૬૪
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy