SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧. અમૃતવેલની સજ્ઝાયો (૧) ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૧ ઉપશમ અમૃતસર પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે; સમકિત રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ મિત્ત રે. ૪ જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવ પંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે; જેહ સુખ હેતુ જિનવરે કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ૮ ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણા નિદિએ, જીમ હોયે સંવર વૃદ્ધિ રે. ૯ ઈહભવ પરભવ આચર્યાં, પાપ અધિકરણ મિથ્યાત્વ રે; જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ૧૦ ગુરુતણાં વચન જે અવગણી, ગુંથિયા આપ મત જાલ રે; બહુપરે લોકને ભોળવ્યાં, નિદિએ તેહ જંજાળ રે. ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીયાં, કીધેલો કામ ઉન્માદ રે. ૧૨ સજ્ઝાય સરિતા * ૫૬૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy