SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ જે જાઈ કરંડકમાં પેઠો વાત વહેતો દીઠો રે... તે ગિરૂઆ૦ ૧ દીપક દેખી પતંગીઓ કાંઈ લોચન લોભે છલીયો રે રૂપ નિહાળણ કારણે કાંઈ દીપક દેખી બળીયો રે... તે ગિરૂઆ૦ ૨ ભમર ભમતો જે વેલડીયાં કાંઈ વિણ સ્વારથ વિગુતો રે નાસિકા ઈદ્રિયને કારણ એ તો કેતકી કાનને ખૂતો રે... તે ગિરૂઆ૦ ૩ પાણી માંહિ પલવણું કાંઈ માછલડી નવિ દીઠો રે ગલીય ગલતા જીભલડી કાંઈ એહવો રસ લાગ્યો મીઠો રે... તે ગિરૂઆ૦ ૪ વિંધ્યાચલ પર્વતનો રાજા કાંઈ મયગલ નામે મોટો રે ફરસ ઈદ્રિયને કારણે કાંઈ તે પામે બહુ તોટો રે... તે ગિરૂઆ૦ ૫ એક એક ઈદ્રિયને કારણે કાંઈ જીવ કે'તાં દુઃખ પાવે રે પંચેન્દ્રિય પરવશ છે જેહ તેહ ભણો કેઈ ગતિ જાવે રે... તે ગિરૂઆ૦ ૬ પંચેન્દ્રિયો સાંભળજો કાંઈ વિષય મ સેવો ભોળા પ્રાણી રે મુનિ લાવણ્ય સમય ઈમ બોલે સાંભળજો મન આણી રે... તે ગિરૂઆ૦ ૭ ર૭૦. વેરાગ્યની સઝાય (રાગ : સાંભળજો મુનિ સંજમ રાગે)(ઉપશમ આણો) તે ગિરુઆ ભાઈ તે ગિરુઆ, જે બોલ ન બોલે વિરુઆ રે; તસ ઘરે આવે સોવન ચરૂઆ, ફલવંતા સુરતઆ રે. તે૦ ૧ છતી શકતે જે દીયે ધન દાતા, પરરમણી નવિ રાતા રે; અહર્નિશ તે પામે સુખશાતા, ધન ધન તેહની માતા રે. તે ૨ જે મન શુદ્ધે કરશે કિરિયા, તે તરશે ભવ દરિયા રે; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી ઓસરીયા રે. તે૦ ૩ જે નર જિનવરને આરાધે, મુનિજનને ન વિરાધે રે રે; અહર્નિશ નિજ આતમને હિત સાધે, તેહ તણા ગુણ વાધે રે. તે ૪ જે મન મદ મત્સર નવિ આણે, જે પરવેદન જાણે રે; તે પહોંચે ઉત્તમ ગુણઠાણે, કવિજન તાસ વખાણે રે. તે. ૫ જે નર ખીજાવ્યા નવિ ખીજે, ઉપશમ રસમાં ભીંજે રે; લબ્ધિ કહે “તસ સેવા કીજે, તેહના પાય પ્રણમીજે રે. તે ૬ ૫૬૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy