SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુથી નિત્ય દૂરે ફરતો, જયું સાધુ સંતથી ડરી. જીવડા૦ ૫ ગયું યૌવન ને આવ્યું બુઢાપન, શરીર ગયું જરજરી; જીવડાવે દેવ આંખના ઝાખા થયા, વળી ઉજજડ કર્ણપુરી. જીવડા૬ ઉબર ડુંગર પાદર પરદેશ, ગોળી ગંગા સરી; જીવડાવે હૃષ્ટ પુષ્ટ કાયા ઘટીને, નબળાઈ દેહે વરી. જીવડા) ૭ વૃદ્ધ વયમાં કુટુંબ કબીલે, ચાકરી નવિ કરી; જીવડા અંતકાળે જિન નામ ન લીધું, હારૂં હારું કરી. જીવડા૮ મરતી વખતે બૂરે હવાલે, જીવ જશે નિસરી; જીવડાવે જન્મ મરણની વેદનાં સુણતાં, ડું જાય થરથરી. જીવડા૯ વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી; જીવડાવે નરક નિગોદના કારાગૃહમાં, બેસીશ તું કેમ ઠરી. જીવડા. ૧૦ ધર્મમાર્ગ છોડેથી પામ્યો, લખચોરાશી ફરી; જીવડાવે વિરમુનિ કહે ધર્મ કરો તો, સંસાર જાઓ તરી. જીવડા) ૧૧ [2] ૨૬૫. વૈરાગ્યની સઝાય તેને સંસાર સુખ કેમ સાંભરે રે લોલ, દુઃખ વિસર્યા શું ગર્ભવાસ જો; નવ માસ રહ્યો તું માને ઉદરે રે લોલ, મળ મૂત્ર અશુચિ વિશરામ જો. ૧ તિહાં હવા પાણી નહિ સંચરે રે લોલ, નહિ સેજ તલાઈ પલંગ જો; તિહાં લટકી રહ્યો ઊંધે શિરે રે લોલ, દુઃખ સહત અપાર અનંત જો. ૨ ઊંટ કોડી સૂઈ તાતી કરી રે લોલ, સમ કાળે ચાંપે કોય રાય જો; તેથી અનંતગણું તિહાં કને રે લોલ, દુઃખ સહેતાં વિચાર તે થાય જો. ૩ હવે પ્રસવે જો મુજને માવડી રે લોલ, તો કરું હું તપ જપ ધ્યાન જો; હવે સેવું સદા જિનધર્મને રે લોલ મૂડું ગુરુનો સંગ અજ્ઞાન જો. ૪ જ્યારે જમ્યો ત્યારે ભૂલી ગયો રે લોલ, ‘ઉઆં ઉ” રહ્યો ઈમ કહેવાય જો; તિહાં લાગી લાલચ રમવા તણી રે લોલ, આયુ અંજલી જળ સમ જાય જો. ૫ ઈમ બાળક વય રમતા ગઈ રે લોલ, થયા યૌવને મકરધ્વજ સહાય જો; ચિત્ત લાગ્યો તદા રમણી સુખે રે લોલ, પુત્ર-પૌત્ર દેખી હરખાય જો. ૬ સક્ઝાય સરિતા ૫૫૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy