SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ચિંતા વિવાહ વાજમ તણી રે લોલ, ધન કારણે ધાવે દેશોદેશ જો; પુણ્યહીણો થાઈ પામે નહિ રે લોલ, ચિંતે ચોરી કરૂં કે લૂટું દેશ જો. ૭ ગયું યૌવન આવી જરા ડાકણી રે લોલ, ધ્રૂજે કર પગ શિર ને શરીર જો; ઘરે કહ્યું કોઈ માને નહિ રે લોલ, પડયો કરે પોકાર નહિ ધીરે જો. ૮ ઈમ કાળ અનંતો વહી ગયો રે લોલ, અબ ચેત મૂરખ સરદાર જો; આવો જોગ મળવો મુશ્કેલ છે રે લોલ, સેવો શ્રી જિન શિવ સંકેત જો; ૯ કવિ દાસ કહે મુજ સાહિબો રે લોલ, ફૂડો કપટી ફુશીલ શિર મોડ જો; મેં તો દીઠો નહિ કોઈ દેશમાં રે લોલ, મોટો ધર્મનો ઠગ ઠાકોર જો. ૧૦ મુનિ તત્ત્વસાગરના પસાયથી રે લોલ, ધર્મધ્યાને થયો ઉજમાળ જો; સંઘ સેવા કરે શાંતિનાથની રે લોલ, તેથી મંગલ માલ વરતાય જો. ૧૧ ઓગણીશે ત્રીશ અષાઢની રે લોલ, શુદ એકમને બુધવાર જો; પ્રભુ કરો કૃપા કવિદાસ પરે રે લોલ, ઘનઘાતીયા ચાર નિવાર જો. ૧૨ ૨૬૬. વૈરાગ્યની સજ્ઝાય રાત દિવસ કાચા મૂઢ પોષે રે, પછી અનંત દુ:ખી જીવ હોયે રે; જીવ ! જોને હૃદય વિચારી રે, આંખ મીંચી તો રિદ્ધિ પરાઈ રે; એ તો કાયા અમર ન હોય રે, વીર વચન સુણો સહુ કોઈ રે. ૧ દહીં દૂધે દેહને લાલે રે, વળી પાણીએ ઘણું પખાળે રે; શણગાર તણો રંગ લાગ્યો રે, જીવ ! નિશ્ચયે જાઈશ નાગો રે. એ૦ ૨ પાંચે ઈન્દ્રિયના સુખ નવિ છાંડે રે, ધર્મ કારણે આળસ માડે રે; ખાય ખેલે હસે મદ આણે રે, ભોળો ધર્મનું નામ ન જાણે રે. એ૦ ૨ પુત્ર પત્ની ધનને મોહે રે, ધૃત કારણ જળને વલોવે રે; જીવ ધનને સબળો ધ્યાવે રે, પણ પૂર્વે દીધું પાવે રે. એ૦ ૨ અતિ લોભ કિહાં ન સમાવે રે, લાખ ક્રોડે તૃમિ નવિ થાવે રે; સોનાની ડુંગરી કીધી રે, નવનંદે સાથે નવિ લીધી રે. એ॰ 1 ચાર ચોર કાયા થકી ટાળો રે, તપ કરી કાયા અજવાળો રે; શુદ્ધ સમતિ શીલવ્રત પાળો રે, રાગ દ્વેષ વૈરી દોય ટાળો રે. એવ એવી શીખ લહે જે કોઈ રે, તેને અવિચલ પદવી હોઈ રે; એવા જ્ઞાની ગુરુ ઉપકારી રે, વીર વચન સુણો નરનારી રે. એ સજ્ઝાય સરિતા ૫૬૦
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy