________________
બીજું તો બીજાને જાશે રે, પામર૦ ૧ સજી ઘરબાર સારું, મિથ્યા કહે છે મારું મારું,
તેમાં નથી કહ્યું તારું રે. પામર૦ ૨ માખીએ મધ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું,
લૂંટનારે લૂંટી લીધું રે. પામર૦ ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતુ જવું છે ચાલી,
-" કરે માથાફોડ ઠાલી રે. પામર૦ ૪ શાહુકારમાં સવાયો, લખોપતિ તું લેખાયો,
કહે સાચું શું કમાયો રે ? પામર૦ ૫ કમાયો તું માલ કેવો, તારી સાથે આવે એવો,
અવેજ તપાસ એવો રે. પામર૦ ૬ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી,
તારી મૂડી થાશે તાજીરે, પામર૦ ૭ હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે,
કશું ન કરી શકાશે રે. પામર૦ ૮ ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું,
જાણપણું તારું જોયું રે. પામર૦ ૯ [2] ૨૬૪. વૈરાગ્યની સજઝાય જાવું જરૂર મરી, જીવડા ત્યારે જાવું જરૂર મરી; અનંતકાલથી ભવમાં ભટકતાં, પુત્રે નરદેહ ધરી. જીવડા મલમૂત્રમાં ઊંધે શીર લટક્યો, જયું વડવાગુલી. જીવડા૧ ગર્ભાવાસની અંદર તુજને, વેદના અનંતી પડી; ખવડાવે જન્મટાણે મહાકષ્ટ સહ્યાં, તે તો જાણે એક હરિ. જીવડા૨ સંસારનો જબ વાયુ વાયો તબ, વેદના ગયો વિસરી; જીવડાવે પયપાન માતાનું કરીને, જોબન વય ધરી. જીવડા૩ કામિની સાથે પ્રેમ કરીને, કર્મનો બંધ કરી; જીવડાવે માતપિતાથી જુદો પડીને, વસ્તુ ઘરમાં ભરી. જીવડા૪ છોરૂ પ્રિયાની ટાપટીપ તું, કરતો પલપલ ધરી. જીવડાવે
૫૫૮
સઝાય સરિતા