________________
જિહાંથી નિસર્યો તે હોંશે ઈચ્છતો રે લો... ૩ હો ચેત જીવલડા ! છાંડ સંસાર ગમાર જો છાંડીશ તો સુખ પામીશ તું શિવપુરનાં રે લોલ હો ચેત જીવલડા ! એહ સંસાર અસાર જો એણે જગમાં આપણો તે કોઈ નહિં હુઓ રે લો... ૪ હો ચેત જીવલડા ! કેહના માય ને બાપ જો કેહના ભાઈ-ભત્રીજા કેહના દીકરા રે લોલ હો ચેત જીવલડા ! વાદલ વાયુ સંજોગ જો વાયે તો પાછા તે સવિ વિખેરીયા રે લો... ૫ હો ચેત જીવલડા ! તિમ જગમાં સહુ સ્નેહી જો કર્મસંયોગે આવીને ભેળા થયા રે લો હો ચેત જવલડા ! ભોગવી નિજ નિજ આય જો પંખીના પરે જાયે સવિ ઉડી કરી રે લો... ૬ હો ચેત જીવલડા ! ક્ય શુભાશુભ કર્મ જો તુજ સાથે તે વિણ બીજો નહિં આવશે રે લો હો ચેત જીવલડા ! એહવું નિજ મન ધારજો ધર્મ પ્રવર્તન આદરજે શુભ ભાવથી રે લો... ૭ હો ચેત જીવલડા ! ધર્મથી નવનિધિ થાય જો ઈહ ભવ પરભવ સાચો ધર્મ સખાઈઓ રે લો હો ચેત જીવલડા ! કુણ રાજા કુણ રંક જો ઈણ જગમેં ન રહ્યા કોઈ થિર થઈ રે... ૮ હો ચેત જીવલડા ! ધર તપશું બહુ પ્રેમ જો જે હથી દુરગતિનાં દુ:ખ છેદે પ્રાણીયો રે લો હો ચેત જીવલડા ! પંડિત રત્નનો શિષ્ય જે ‘વિનીતવિજય' એમ ભાખે અતિ ઉલટ ભરે રે લો... ૯
[2] ૨૬૩. વેરાગ્યની સઝાય
(રાગ: સગુ તારૂં કોણ સાચું રે) ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી
તારે હાથે વપરાશે, તેટલું જ તારું થાશે, // સક્ઝાય સરિતા
૫૫૭