________________
ભરતભૂમિમાં પંચમ કાળે, નહીં કોઈ કેવળ ધારી;
સંદેહ સઘળા કોણ નિવારે, મતિ મુંઝાય છે મારી હો. વીર૦ ૫ ઉદયરત્ન કરજોડી કહે છે, કરો હો મહેર મોઝારી; ભકિતવત્સલ બહુ સહાય કરીને, લેજો મુજને ઉગારી હો. વીર૦ ૬
[?] ૨૬૦. આત્માને ઉપદેશની સજ્ઝાય
તનનો ભરોસો નથી રે, ચેતન તારા તનનો ભરોસો નથી રે; ચંચળ જલ હ્લોલ આવરદા છે, ફોગટ રહ્યો શું મથી. ચેતન૦ ૧ જનમ્યા જે નર જગમાંહિ, તે નિશ્ચે મરનાર; આશા અંબર જેવડી રે, તૃષ્ણાનો નહિ પાર. ચેતન૦ ૨ છત્રપતિ લખપતિ ગયા રે, ગયા નૃપતિ કેઈ લાખ;
એક હુંકારે લાખ ઉઠતા રે,
બાળી કીધા કેઈ રાખ. ચેતન૦ ૩ ખમા ખમા પરિજન કરે રે, રાવણ સમ અભિમાન; નામદાર નરવર ગયા રે, ઠામ કર્યા રે સ્મશાન. ચેતન૦ ૪
પરિગ્રહ ને આરંભથી રે, કર્યા કુકર્મ અપાર; પાપે પૈસો મેળવી રે, થયો શ્રેષ્ઠ શાહુકાર. ચેતન૦ ૫ લોકો કહે લખપતિ થયો રે, પણ શું પામ્યો બેલ; તુજ સાથે શું આવશે રે, તપાસ તારો મેળ. ચેતન૦ ૬
નિજ હાથે જે વાપરે રે, તે પોતાનું થાય;
પછી વધારો જે વધે રે, માલિક બીજો ગણાય. ચેતન૦ ૭
મધપૂડો માખી રચે રે, દાન ન કીધું પાન; લુંટનારો લુંટી ગયો રે, ઘસી પગ ખોયા પ્રાણ. ચેતન૦ ૮
હજી બાજી છે હાથમાં રે, કરી લે સુકૃત કામ; પરમાર્થે જે વાપરે રે, પામે અમર નિજ નામ. ચેતન૦૯
ભવનાટકના ભવનમાં રે, ભજવ્યો વિધ વિધ વેશ; રાય રક ખગ પશુ બન્યો રે, પુણ્ય ન કરે લવલેશ. ચેતન૦ ૧૦
સજ્ઝાય સરિતા
૫૫૫