________________
- ૨૫૮. આપ સ્વભાવની સજઝાય આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગન મેં રહેના; જગત જીવ હે કરમાધીના, અચરિજ કછુ ન લીના. આ૦ ૧ તુ નહિ કેરા કોઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા. આ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઈનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા હોય ખવિસા, એ તુમ દુઃખકા દીસા, જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઈસા. આ૦ ૪ પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા: વો કાટનાકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. આ૦ ૫ કબીક કાછ કબહીક પાજી, કબહીક હુઆ અપભ્રાજી; કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુલકી બાજી. આ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકણું દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૦ ૭
[2] ૨૫૯. આત્મા નિંદા-ગર્તાની સઝાય શી કહું કથની મારી વીર, શી કહું કથની મારી, જન્મ પેલા મેં આપની પાસે, કીધો કોલ કરારી. અનંત જન્મના કર્મ મીટાવવા, મનુષ્ય જન્મ દિલધારી હો. વીર. ૧ સંસાર વાયરાની લહેર થકી હું, વિસય આજ્ઞા તુમારી; બાલપણામાં રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગયો હારી હો. વીર૦ ૨ જોબનવયમાં વિષયવિકારી, રાચી રહ્યો દિલ ધારી; ધર્મ ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો વિસારી હો. વીર૦ ૩ જોતજોતામાં ઘડપણ આવ્યું, શકિત ગઈ સહુ મારી; ધનદોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્ય ભવ હારી હો. વીર. ૪
૫૫૪
સક્ઝાય સરિતા