________________
અચરિજ દીઠો મોટકો, એ શું હુવા કાજ રે... કર્મ. ૩૨ બ્રાહ્મણ પડિયા દેખીને, લોક કહે પાપ જુઓ રે બાળ હત્યા કરતા હતા, તેહના ફળ છે એહો રે.. કર્મ. ૩૩ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે કનક સિંહાસન ઉપરે બેઠો અમર કુમારો રે... કર્મ. ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉઠ્યો તે તત્કાળ રે કરજોડી કહે કુમારને, એ રાજ્ય ઋદ્ધિ સહુ તારી રે. કર્મઠ ૩૫ અમર કહે સુણો રાજવી, રાજશું નહીં મુજ કાજ રે સંયમ લેશું સાધુનો, સાંભળો શ્રી મહારાજ રે... કર્મ. ૩૬ રાય લોક સહુ એમ કહે, ધન ધન બાળ કુમારો રે ભટજી પણ સાજા હુવા, લાજ્યા તે મનમાંહે રે... કર્મ૩૭ જય જયકાર હુઓ ઘણો, ધર્મ તણે પરસાદે રે અમરકુમારે મન સોચતો, જાતિ સમરણ જ્ઞાનો રે... કર્મઠ ૩૮ અમરકુમાર સંયમ લીયો, કરે પંચપુષ્ટિ લોચ રે બાહિર જઈ મસાણ મેં, કાઉસ્સગ્ગ રહ્યો શુભ ધ્યાને રે... કર્મઠ ૩૯ માત પિતા બાહિર જઈને, ધન ધરતી માંહી ઘાલ્યો રે કાંઈક ધન હેંચી લીયો, જાણે વિવાહ મંડાણો રે... કર્મઠ ૪૦ એટલે દોડતો આવીને, કોઈક બાળ કુમારે રે માતા પિતાને ઈમ કહે, અમરકુમારની વાત રે... કર્મ૦ ૪૧ માત પિતા વિલખાં થયાં, ભૂંડો થયો એ કામ રે ધન રાજા લેશે સહુ કાંઈક કરીએ ઉપાય રે.... કર્મ, ચિંતાતુર થઈ અતિઘણી રાતે નિંદ ન આવે રે પૂરવ વૈર સંભારતી, પાપિણી ઉઠી તિણ વારો રે... કર્મ, ૪૩ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે પાળીયે કરીને પાપિણી, માર્યો બાળ કુમારો રે... કર્મ, ૪૪ શુકલ ધ્યાન સાધુએ ક્યું, શુભ મન આણી ભાવ રે કાળ કરીને અવતર્યો, બારમાં સ્વર્ગ મોઝાર રે... કર્મઠ ૪૫ બાવીશ સાગર આઉખો, ભોગવી વાંછિત ભોગ રે મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણ રે... કર્મઠ ૪૬
સક્ઝાય સરિતા