________________
હાથ પકડીને લઈ ચાલ્યા કુંવર રોહણ લાગ્યો રે મુજને રાજા હોમશે ઈમ બાળક બહુ ઝૂરે રે... કર્મ. ૧૮ બાળકને તવ લેઈ ચાલ્યા આવ્યા ભરબજાર રે લોક સહુ હા હા કરે વેચ્યો બાલ ચંડાલે રે... કર્મ. ૧૯ લોક તિહાં બહુલા મલ્યાં જુઓ બાલ કુમારો રે બાળક કહે મુજ રાખી લ્યો થાસું દાસ તુમારો રે... કર્મઠ ૨૦ શેઠ કહે રાખું સહી ધન આપી મુંહ માગ્યો રે રાયે મંગાવ્યો હોમવા તે તો નહીં રખાય રે... કર્મ ૨૧ બાળકને તે લઈ ગયા રાજાજીની પાસે રે ભટ્ટજી પણ બેઠા હતા વેદશાસ્ત્રના જાણ રે... કર્મ. ૨૨ ભટ્ટજીને રાજા કહે દેખો બાલ કુમારો રે બાળકને શું દેખવો કામ કરો મહારાજા રે... કર્મ- ૨૩ બાળ કહે કરજોડીને સાંભળો શ્રી મહારાજા રે પ્રજાના પિતા છો તમે મુજને કિમ હોમીજે રે... કર્મઠ ૨૪ રાજા કહે મેં મૂલ દીયો મહારો નહીં અન્યાય રે માતા પિતાએ તેને વેચીયો મેં હોમવા કાજ આપ્યો રે... કર્મ. ૨૫ ગંગોદકે નવરાવીને, ગળે ઘાલી ફુલની માળા રે કેશર ચંદન ચરચીને, બ્રાહ્મણ ભણતાં તવ વેદો રે... કર્મ૦ ૨૬ અમરકુમાર મન ચિતવે, મુજને શીખવીઓ સાધુ રે નવકાર મંત્ર છે મોટકો, સંકટ સહુ ટળી જાશે રે... કર્મ. ૨૭ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિહાસન કંપ્યો રે ચાલી આવ્યો ઉતાવળો, જીહાં છે બાલ કુમારો રે... કર્મ. ૨૮ અગ્નિ જવાળા ઠંડી કરી, કીધો સિંહાસન ચંગો રે અમરકુમારને બેસાડીને, દેવ કરે ગુણ ગ્રામો રે... કર્મ. ૨૯ રાજાને ઉધો નાંખીયો, મુખે છુટયાં લોહી રે બ્રાહ્મણ સહુ લાંબા પડ્યા. જાણે સુકાં કાષ્ટ રે... કર્મ રાજસભા અચરિજ થઈ, એ બાળક કોઈ મોટો રે પગ પૂછજે એહના, તો એ મૂવા ઉઠે રે... કર્મ. ૩૧ બાળકે છાંટો નાખીયો, ઉઠ્યા-શ્રેણીક રાજા રે
// સક્ઝાય સરિતા