________________
હવે તે માતા પાપિણી, મનમાંહિ હરખી અપાર રે ચાલી જાય આનંદ મે, વાઘણ મળી તે વાર રે... કર્મઠ ૪૭ ફંફોડી નાખી તિહાં, પાપિણી મુઈ તિણ વારો રે છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આયુ રે... કર્મઠ ૪૮ જુઓ જુઓ મંત્ર નવકારથી, અમરકુમાર શુભ ધ્યાને રે સુર પદવી લહી મોટકી, ધરમ તણે પરસાદે રે... કર્મ૦ ૪૯ નરભવ પામી જીવડા, ધરમ કરો શુભ ધ્યાનો રે તો તમે અમર તણી પરે, સિદ્ધ ગતિ લેશો સારી રે... કર્મ, ૫૦ કરજોડી કવિયણ ભણે, સાંભળો ભવિજન લોકો રે વેર વિરોધ કોઈ મત કરો, જિમ પામો ભવપારો રે... કર્મ, પ૧ શ્રી જિનધર્મ સુરતરૂ સમો, જેહની શીતળ છાયા રે જેહ આરાધે ભાવશું, થાશે મુક્તિના રાયા રે કર્મ પર
* [૮] ૯. અરણિકમુનિની સઝાયો (૧) અરણિક મુનિવર ચાલ્યા ગોચરીએ, તડકે દાઝે શીશોજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનિશોજી. અરણિક૦ ૧ મુખ કરમાણું રે માલતી ફૂલ જયું, ઉભો ગોખની હેઠોજી; ખરે બપોરે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અરણિક૦ ૨ વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યા તેણે ઠાણોજી; દાસીને કહે જારે ઉતાવળી, ઋષિ તેડી ઘર આણો. અરણિક૦ ૩ પાવન કીજે ઋષિ ઘર આંગણું, વોહરો મોદક સારો; નવ જોબન રસ કાયા કાં દહો, સફળ કરો અવતારો. અરણિક૦ ૪ ચંદ્ર વદનીયે ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; બેઠો ગોખે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતોજી. અરણિક૦ ૫ અરણિક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજારો; કહો કોણે દીઠો મહારો અરણિકો, પૂઠે લોક હજારોજી. અરણિક૦ ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારો; ધિમ્ ધિમ્ વિષયા રે માહરા, જીવને મેં કીધો અવિચારો. અરણિક૦ ૭ ગોખથી ઉતરી રે જનનીને પાય પડ્યો, મનશું લાક્યો અપારો; વત્સ તુજ ન ઘટે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો છે. અરણિક૦૮ // સાય સરિતા
૨૫