________________
ભવ પહેલે ગંગદત્તકુમાર, ભાવે પડિલાભે અણગાર; ભવ બીજે ક્યવન્નો હોઈ, બહુ સોભાગી ધનવંત સોઈ. ૪ ચંદનબાલા કેવળ વરી, અડદબાકુળો આપ્યા મન ધરી; વીરજિનવરને હરખ અપાર, સોવનવૃષ્ટિ થઈ તિણે વાર.૫ સાધુ દાનનો મહિમા જોઈ, મૂલદેવ મહારાજા હોય; ભાવસહિત જે દીયે દાન, એણિપેરે પામે નવનિધાન. ૬ ઉત્તમના નીત લીજે નામ, જિમ મનવંછિત સીઝે કામ; માનવિજય પંડિતનો શિષ્ય, દીપવિજયની પૂરો જગીશ.૭
• ૨૫૫. તપની સજઝાય કીધા કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતિક છૂટવા રે, નહિ કોઈ તપ સમાન.
ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ. ૧ ઉત્તમ તપના યોગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભાવિક૦ ૨ તીર્થંકર પદ પામીયે રે, નાસે સઘલા રોગ; રૂપ લીલા સુખ સાહિબી રે, લહીયે તપ સંયોગ. ભાવિક) ૩ તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય; જે જે મનમાં કામીયે રે, સફલ ફળે સવિ તેહ. ભાવિક- ૪ અષ્ટ કરમના ઓઘને રે, તપ ટાળે તત્કાળ; અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાલ. ભાવિક૦ ૫ બાહ્ય અભ્યતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોજો તેહની ચાલમાં રે, જિમ ધન્નો અણગાર. ભાવિક૦ ૬ ઉદયરત્ન કહે તપ થકી રે, વાધે સુસ સનર; સ્વર્ગ હોવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર. ભાવિક ૭
* ૨૫૬. ભાવ વિષે સજઝાય રે ભવિ ! ભાવ હૃદયે ધરો, જે છે ધર્મનો ધોરી;
સક્ઝાય સરિતા
૫૫૧