________________
એકલ મલ્લ અખંડ જે, કાપે કર્મની દોરી રે. ભવિ૦ ૧ દાન-શિયલ-તપ ત્રણ એ, પાતક મળ ધોવે; ભાવ જો ચોથો નહિ મળે, તો તે નિષ્ફળ હોવે રે. ભવિ૦ ૨ વેદ પૂરાણ સિદ્ધાંતમાં, ષટ દર્શન ભાખે; ભાવ વિના ભવસંતતિ, પડતાં કોણ રાખે રે. ભવિ૦ ૩ તારક રૂપ એ વિશ્વમાં, જંપે શ્રીજગભાણ; ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ રે. ભવિ૦ ૪ ઔષધ અન્ય ઉપાય જે, યંત્ર મંત્ર ને મૂળ; ભાવે સિદ્ધ હોવે સદા, ભાવ વિણ સહુ ધૂળ રે. ભવિ. ૫ ઉદયરત્ન કહે ભાવથી, કોણ કોણ નર તરીઆ, શોધી જોજો સૂત્રમાં, સજ્જન ગુણ દરિયા રે. ભવિ. ૬
, ૨૫૭. વાણી સંયમની સજઝાય
(રાગ- આંખડી મારી પ્રભુ હરખાય છે) ચેતનજી ! વાણીનો સંયમ આદરો, ન બોલ્યામાં લાખો ગુણ નિર્ધાર; વીર્યપાત કરતા પણ વાણી પાતથી, વિના વિચારે હાની અપરંપારજો. ભાષા સમિતિ કરતાં વાણીગુમિથી, ફળ ઘણું આગમમાં ભાડું જાણજો; કોટવાર વિચારી શબ્દો બોલતાં, લાભ ઘણો છે નિજ પરને જગ માનજો. જ્ઞાન વિના સુણ મૌન જગતમાં જાણવું, મૌન સિદ્ધિ વચન સિધ્ધ થાય જો; મૌન રહ્યાથી સંયમની શોભા વધે, મન કાયાથી ચંચલતા દૂર થાય જો; વાણી સંયમ વિણ અવતાર થતા ઘણાં, થયા શ્રમણજી રાજાને ઘેર પુત્રજો; શુક હણાયો વાણીના સંતાપથી, વાણીના સંયમથી શીવસુખ સુત્ર જો. બહુ બોલ્યાથી થાય અસર નહીં વિશ્વમાં, વાણીના સંયમ વિણ પગ પગ કલેશ વાણી સંયમ કરતાં કલેશો ઉપશમે, વૈર વિરોધ વિણસે આનંદ બેસજો.. વાણી સંયમ સિધ્ધ થતાં જગ જાણજો, સુત્ર સમો જગ થાશે એકેક બોલજો; દુનિયામાં તે સત્વર પ્રસરી જાવશે, લાભ વિચાર કર મન તોલજો; વાણી સંયમ કરવામાં બહુ લાભો, સમજ સમજ ચેતનજી ઘર નિર્ધારજો; રંગવિજય વાણી સંયમ સિધ્ધથી, મૌન છતાં જગ બોધ લહે સુખકાર જો.
૫૫૨
સઝાય સરિતા