________________
નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિન દુઃખ પાવે. જબ૦ ૩ ક્રોધ કરી ખંધક આચારજ, હુઓ અગ્નિકુમાર; દંડકી નૃપનો દેશ પ્રજાલ્યો, ભમીયો ભવ મોઝાર. જબ૦ ૪ શાંબ-પ્રદ્યુમ્નકુમારે સંતાપ્યો, કષ્ટ દ્વૈપાયન પાય; ક્રોધ કરી તપનો ફલ હાર્યો, કીધો દ્વારિકા દાહ. જબ૦ ૫ કાઉસ્સગ્નમાં ચઢીયો અતિ ક્રોધ, પ્રસન્નચંદ્ર ઋષિરાય; સાતમી નરકતણાં દલ મેલી, કડવા તે ન ખમાય. જબ૦ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધો, કમઠ ભવાંતર ઘીઠ; નરક તિર્યંચ તણાં દુ:ખ પામી, ક્રોધ તણાં ફલ દીઠ. જબ૦ ૭ એમ અનેક સાધુ પૂરવધર, તપીયા તપ કરી જેહ; કારજ પડે પણ તે નવિ ટકીયા, ક્રોધ તણા બલ એહ. જબ૦ ૮ સમતા ભાવે જે મુનિ વરીયા, તેહનો ધન્ય અવતાર; અંધકઋષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યા પાર. જબ૦ ૯ ચંડરૂદ્ર આચારજ ચાલતાં, મસ્તકે દીધાં પ્રહાર; સમતા કરતા કેવલ પામ્યો, નવદીક્ષિત અણગાર. જબ૦ ૧૦ સાગરચંદનું શીર પ્રજાળ્યું, કષભસેન નરિંદ; સમતાભાવ ધરી સુરલોકે, પહોંચ્યા પરમાનંદ. જબ૦ ૧૧ ક્ષમા કરતા ખરચ ન લાગે, ભાગે ક્રોડ કલેશ; અરિહંત દેવ આરાધક થાયે, વાધે સુજસ પ્રવેશ. જબ૦ ૧૨
૨૫૪. સુપાત્રદાનની સજઝાય પ્રણમી શ્રી ગોયમ ગણધર, જેહને નામે જયજયકાર; સુપાત્રદાન તણાં ફલ કહું, શ્રીજિનવરના મુખથી લહું. ૧ સાર્થવાહ ધનાવહ સાર, વંદી મુનિને હરખ અપાર; ધૃતનું દાન દીધું ગહગહી, તીર્થંકરની પદવી લહી. ૨ ખીરદાન ભવ પહેલે દીધ, શાલિભદ્ર પામ્યા બહુ ઋદ્ધ; નિજવર હાથે સંયમ લીધ, પહોંતા તે સર્વારથસિદ્ધ. ૩
૧૫૦
સક્ઝાય સરિતા