SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ આપે તેહને ઉજમે રે, આગમ વચન રતન રે. પ્રાણી, ૩ ગુરુ દ્રોહી મત્સર ભર્યા રે. ન કરે ગુરુ બહુમાન; તે અપમાન લહે ઘણું રે, જિમ કોહ્યા કાનનો શ્વાન રે. પ્રાણી૪ શુકર જેમ તજી દાળને રે, અશુચિ કરે આહાર; તેમ અવિનિતને વાલો રે, અવિનયનો આચાર રે પ્રાણી ૫ ગુરુ અવિનયી કુલવાલુઓ રે, પડીયો ગણિકા પાસ; ભવમાંહે ભમશે ઘણું રે, બાંધી કર્મની રાશ રે. પ્રાણી. ૬ ગુરુ વચને રૂસે નહિ રે, જાણે આપણો વાંક; તે નવ દીક્ષિતની પરે રે, સાથે સાધ્ય નિશંક રે. પ્રાણી૭ વિનયથી ગુણ વધે ઘણાં રે, જગમાં લહે જસવાદ; ધર્મનું મૂળ વિનય કહ્યો રે, મેવો તજી પ્રમાદ રે. પ્રાણી, ૮ વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય; વિનયથી ઈહભવ પરભવે રે, કાર્ય સિદ્ધિ સવિ થાય રે. પ્રાણી, ૯ વિનયને વશ છે ગુણ સવે રે, તે માર્દવથી થાય; માટે વિનિત સરલાશયી રે, પામે સુજસ સવાઈ રે. પ્રાણી. ૧૦ વાચક રામવિજય કહે રે, વિનય કરે તે ધન્ય; અધ્યયને પહેલે કહ્યાં રે, સાચા વીરના વચન રે. પ્રાણી૧૧ ૨૫૩. સમતાની સજઝાય જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ ક્રોધ વ્યાપક હૈ અંતર, તબ લગ જોગ ન સુહાવે- જબ૦ ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફીરકે મહંત કહાવે; પક્ષપાત નહીં છોડે કબહુ, ઉનકું કુગતિ બતાવે. જબ૦ ૨ જિણ જોગીને ક્રોધ કિયા તે, ઉનડું સુગુરુ બતાવે; // સક્ઝાય સરિતા ૫૪૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy