________________
પહેલે અધ્યયને કહ્યોજી, ઉત્તરાધ્યયન મઝાર; સઘળા ગુણમાં મૂળગોઇ, જે જિનશાસન સાર. ભ૦ ૨ નાણ વિનયથી પામીયે જી, નાણે દરિસણ શુદ્ધ ચારિત્ર દરિસથી હુવે છે, ચારિત્રથી પુણ સિદ્ધ. ભ૦ ૩ ગુરુની આણ સદા ધરે છે, જાણે ગુરુનો ભાવ; વિનયવંત ગુરુ રાગીયા છે, તે મુનિ સરળસ્વભાવ. ભ૦ ૪ કણનું કુંડું પરિહરી જી, વિષ્ઠાણું મન રાગ; ગુરુદ્રોહી તે જાણવા જી, સૂઅર ઉપર લાગ. ભ૦ ૫ કોહ્યા કાનની કુતરી જ, ઠામ ન પામે રે જેમ; શિલ હીણ અકહ્યાગરા જી, આદર ન લહે તેમ. ભ૦ ૬ ચંદ્ર તણી પરે ઉજળી જ, કરતિ તેહ લહંત; વિષય કષાય છતી કરી છે, જે નર વિનય વહત. ભ૦ ૭ વિજય દેવગુરુ પાટવી જી, શ્રી વિજયસિંહ સૂરીંદ; શિષ્ય ઉદયવાચક ભણે છે, વિનય સયળ સુખકંદ. ભ૦ ૮
૨૫૨. વિનચની સજઝાયો (૩) શ્રી જંબૂમુનિ વિનવ્યા રે, શ્રીસોહમ ગણધાર; ભાખે ઉત્તરાધ્યયનમાં રે, પહેલું વિનય વિચાર રે,
પ્રાણી ! વિનય ધરો ગુણ અંગ. જેથી ઉપજે જ્ઞાન તરંગ રે પ્રાણી, તેથી દર્શન ચરણ પ્રસંગરે પ્રાણી;
તે શિવસુખ હેતુ અભંગ રે. પ્રાણી. ૧ ગુરુ આજ્ઞા નિત્ય ધારવી રે, પાળવી ગુરુની શિખ; નિજ છેદે નવિ વર્તવું રે, તો હોય સફળી દીક્ષ રે. પ્રાણી- ૨ શિષ્ય વિનિતની ઉપરે રે, ગુરુ મન હોય સુપ્રસન્ન;
૫૪૮
સઝાય સરિતા